કાલોલ તાલુકાની ચલાલી ગ્રામ પંચાયતમાં ફરી એક વાર ગ્રામસભાનો ફિયાસ્કો ગ્રામસભામાં ઉચ્ચ કક્ષાના અધિકારીને આવામાં શું વાંધો હોય શકે છે...
ગ્રામપંચાયતમાં ૧૦/૦૬/૨૦૨૨ને શુક્રવારના રોજ ગ્રામસભામાં યોજાય હતી તેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવે તેવી માંગ કરી હતી પણ કોઈ ના આવતાં ગ્રામસભામાં ગ્રામલોકો એ બેસવાની ના પાડી દીધી...
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતમાં ૨૦/૦૬/૨૦૨૨ ને સોમવાર ના રોજ ગ્રામસભા મળી જેમાં વહીવટી અઘિકારી કે ઉચ્ચ કક્ષાના અધિકારી ના આવતાં ગ્રામ લોકો રોષે ભરાયાં અને દરેક નાગરિકો એ ગ્રામસભામાં બેસવાની ના પાડી દીધી હતી,
ચલાલી ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસના કામોની યાદી ગ્રામલોકો દ્રારા માંગવામાં આવી હતી જેમાં ગ્રામલોકો એ આક્ષેપ કર્યો છે કે ચલાલી ગ્રામ પંચાયતમાં શૌચાલય નું કામ ૧૦૦ ટકા બોલી રહ્યું છે પણ શૌચાલય ક્યાંય જોવા મળતા નથી માત્ર ભ્રષ્ટ્રાચાર જ આચર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને શૌચ ક્રિયા માટે ના છુટકે જાહેરમાર્ગો,તળાવ અને નદી ઉપયોગ કરી રહ્યા છે
ચલાલી ગ્રામ પંચાયતનું જ શૌચાલય નું કામ અધૂરું પડ્યું છે તો વિચારો ગામનું શું કામ કરતા હશે ચલાલી પંચાયતની ઓફિસ ની બહાર એક બોરમોટર છે તે ગણા સમય થી બંધ હાલતમાં છે તે મોટર પાંચ છ વખત રહીશો એ જાતે રીપેરીંગ કરાવ્યું હતું અને હાલ તે મોટર બંધ હાલતમાં છે જો તે મોટરનું રીપેરીંગ કરવામાં આવે તો જ્યારે નર્મદાનું પાણી દસ દસ દિવસ સુધી આવતું નથી ત્યારે તે બોરમોટર થી આજુ બાજુ ના લોકો પાણી પૂરું પાડે છે અનેક વખત રજુઆત કરવા છતાં સ્થાનિક તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે ચલાલીના ગ્રામજનો એ જણાવ્યું કે આવતી ગ્રામસભામાં જો દરેક પ્રશ્નોના નિરાકરણ નહી આવે તો જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી રજુઆત કરીશું તેવું ગ્રામ લોકો એ જણાવ્યું હતું.
ચલાલી ગામના ગ્રામજનોના પડતર પ્રશ્નો .
૧) શૌચાલય :- શૌચાલય નથી જેથી જાહેરમાં સૌચ કરવા જવું પડે છે ગામો લોકો પણ શરમ અનુભવે છે પણ પંચાયત ને કોઈ લાજ શરમ આવતી નથી,
૨) આવાસ યોજના :- આવાસ યોજના માં સમય અનુસાર હપ્તા નાખવામાં આવતા નથી જેથી લાભાર્થીને ખુલ્લા ઘરો માં રેહવાની તકલીફ પડે છે,
૩) રસ્તાઓ :- ગામમાં રસ્તાઓ નથી જેથી ચોમાસમાં ઘણી તકલીફ પડે છે ફળિયામાંથી બહાર નીકળવાના ફાફા પડી જાય છે
૪) ગટર યોજના :- ગટર લાઈન નથી જેથી દરેક ફળિયામાં પાણી ભરાય છે તેથી ગંદકીનો સામનો કરવો પડે છે,
૫) પાણી :- ૧૦,૧૫ દિવસ સુધી નર્મદાનું પાણી આવતું નથી જો ગામમાં જ કોઈ કુવો કે બોર કરવામાં આવે તો તેનાથી ગામમાં પાણી પૂરું પડી શકે તેમ છે
૬) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર :- ચલાલી ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની જરૂર છે જેથી કરી તાત્કાલિક સારવાર મળી રહે,૧૦ કિલોમીટર દુર વેજલપુર જવું પડે છે જો ચલાલી ગામમાં જ હેલ્થ સેન્ટર ની સુવિધા હોઈ તો ગર્ભવતી મહિલાઓ ને ઘણી રાહત થઈ શકે છે...
Comments
Post a Comment