કાલોલ તાલુકાની ચલાલી પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તથા શાળા જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો...
કાલોલ તાલુકાની ચલાલી પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ વી પટેલ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને પ્રવેશ,ધો.૧ તથા ધો.૨ થી ૮ માં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો...
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
વાર્ષિક પરીક્ષામાં ધો.૩ થી ૮ માં પ્રથમ ક્રમે આવેલ તથા શાળામાં સૌથી વધુ દિવસ હાજર રહેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.શાળા સ્થાપના દિવસ (શાળા જન્મદિવસ) ની ઉજવણી તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા.
ચલાલી પ્રાથમિક શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્ય શ્રી જોયેલભાઈ ખ્રિસ્તી તરફથી ધો.૧ માં પ્રવેશ મેળવેલ ૩૦ બાળકોને સ્કુલબેગ(દફતર) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ચલાલી પ્રાથમિક શાળામાં દીપપ્રાગટ્ય કરી ,મહેમાનું સ્વાગત કરી કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી. જેમાં ધોરણ ૧ માં કુલ ૩૦ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય કિરણભાઈ બારીયાની સાથે શાળા સ્ટાફ તથા SMC સભ્યો,વિધાર્થીઓ, નવા પ્રવેશ મેળવેલ બાળકોના વાલીઓ અને ગામનાં નાગરિકો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમ નું સફળ સંચાલન ચલાલી પ્રાથમિક શાળાના શિક્ષકા બેહનોના માર્ગદર્શન હેઠળ શાળાની બાળાઓએ કર્યું હતું
શાળાના મુખ્ય શિક્ષક દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Comments
Post a Comment