ડાંગ ભાજપ ના કાર્યકરો તેમજ હોદ્દેદારો એ કેદારનાથ બદ્રીનાથ જ્યોતીલિંગ ના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી...
ગુજરાત ના છેવાડે આવેલા ડાંગ જીલ્લા ના ભાજપ ના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ હોદ્દેદારો એ કેદારનાથ બદ્રીનાથ જ્યોતિર્લિંગ ની પુજા અર્ચના કરી ભોલે નાથ ના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી... હરિદ્વાર રૂષીકેશ ખાતે ગંગા નદી માં સ્નાન કરી પવિત્રતા ની અનુભૂતિ કરી હતી. આ પવિત્ર ચાર ધામોના દર્શન વેળા એ તમામ અગ્રણીઓ એ કોરોના જેવી ગંભીર બિમારી દેશ દુનિયા માંથી દુર થાય અને સમ્રગ દેશ માં લોકો ની સુખાકારી જળવાઇ રહે તેવી ભોલેનાથ ને પ્રાર્થના કરી ને દેવાધી દેવ મહાદેવ ના આશીર્વાદ લઇ ને ડાંગ ના ધારાસભ્યશ્રી ડાંગ વિજયભાઈ પટેલ,મહામંત્રી અને સરપંચ આહવા હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત, કિશોરભાઈ ગાવિત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન,વઘઇ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બળવંતભાઇ દેશમુખ,આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ પટેલ દ્વારા કેદારનાથ મહાદેવજી અને બદરીનાથજી ભગવાન તેમજ હરિદ્વારમાં ગંગા આરતી લઈ ધન્યતા અનુભવી હતી આ યાત્રા સફળતા પુર્વક પુર્ણ કરી હતી