સુરત-ઓલપાડ તાલુકાની સેગવા પ્રાથમિક શાળામાં નવરાત્રિની પારંપારિક ઉજવણી કરવામાં આવી...

આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાંક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. 
 આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે.
જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
ઉપરોક્ત પરંપરાને ઉજાગર કરવા ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સેગવા પ્રાથમિક શાળામાં સુરતનાં પ્રબુદ્ધ નાગરિક ડૉ.ગૌતમ દાસ ( હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, એસ.એમ.સી.ગાર્ડન ) અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી રાધા ગૌતમ દાસ ( પ્રોફેસર, નવસારી કોલેજ ) દ્વારા બાળકોને વિધિવત ચૂંદડી ઓઢાડી, પૂજાઅર્ચના કરી ભક્તિભાવપૂર્વક સંપૂર્ણ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. શાળાનાં આચાર્ય નરસિંહ જીંજાલા તથા શાળા પરિવારે દાતાઓની આ સખાવતને હૃદયપૂર્વક વધાવી હતી. આ પ્રસંગે સાયણનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે દાતાનો આભાર વ્યક્ત કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા. હતા. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...