હોમગાર્ડઝ દળ અને સુરત ગ્રામ્ય પોલીસકર્મીઓએ પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો...
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે "આઝાદી કા અમૃત્ત મહોત્સવ' અંતર્ગત ઓકટોબર માસ દરમિયાન 'ક્લીન ઈન્ડિયા' અભિયાન યોજાઈ રહ્યું છે
જેના ભાગરૂપે આજરોજ હોમગાર્ડઝ દળ અને સુરત ગ્રામ્ય પોલીસકર્મીઓએ સ્વચ્છતા ઝુંબેશ યોજીને પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ વરાછા વિસ્તારમાં આવેલા બાગબગીચા, સ્કુલ તથા એસ.એમ.સી. ઝોન ઓફિસની આસપાસ કચરો વીણી સાફસફાઈ કરી હતી.
Comments
Post a Comment