મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પાવડરની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમોની સાપુતારા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજ સિંહ જાડેજાને મળેલ બાતમી મુજબ
 દિવાળી તહેવારને ધ્યાને રાખીને સાપુતારા સરહદ પાર થી ગુજરાત માં દારૂ હેરાફેરી થવાની હોય તેમણે સાપુતારા પોલીસ મથકે પીએસઆઇ એમ.એલ.ડામોર ,હેકો સંજય ભોયે, વીનેશ ચૌધરી,શૈલેષ ઠાકરે,અશોક ધૂમ,પોકો પ્રકાશ ગાંવીત,વગેરે એ  ચેકપોસ્ટ પર કડક ચેકીંગ  
દરમિયાન નાસિક થી સાપુતારા માર્ગે ટાટા ટેમ્પોમાં ઈંગ્લીશ બનાવટનો પાસ પરમીટ વગર ગેરકાયદેસર દારૂ સફેદ પાવડર ની આડમાં ટેમ્પો ને અટકાવી તપાસ હાથ ધરતા લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવા સફળતા મળી હતી. સાપુતારા પોલીસે ટેમ્પો ન mh 18 BG 5693 માંથી બિયર અને વિસ્કી  અને ટેમ્પો મળી કુલ 18,56,600 મુદ્દામાલ કબજે કરી ટેમ્પો 
ચાલક ભાસ્કર ગંગારામ પાટીલ રહે સુમન સ્વેટ આવાસ ડુમસ મગદલ્લા સુરત,ક્લીનર જીતેન્દ્ર અશોક પાટીલ રહે શાંતિનગરની પાછળ ઋષિકેશ લીંબાયત સુરતની ધરપકડ કરી હતી જયારે રાજેશ પાટીલ અને વિજયભાઇ નામના શખ્સ નાસી છૂટતાં તેમને વોન્ટેડ જાહેર કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...