સુરત-માંગરોળ તાલુકાનાં અનેક ગામોમાં DGVCL નાં દરોડા...
માંગરોળ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું...
વિજિલન્સની ૧૪ ગાડીઓ એક સાથે ત્રાટકતાં ૧૪ લાખની વીજચોરી ઝડપાઈ...
પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાના બાર જેટલાં ગામોમાં સુરત અને બારડોલી વિજિલન્સ સ્કવોડના અધિકારી એચ.આર.મોદીનાં માર્ગદર્શન અને દોરવણી હેઠળ માંગરોળ તાલુકા બાર જેટલાં ગામોમાં વિજિલન્સની ૧૪ જેટલી ગાડીઓ એક સાથે લવેટ,ઇશનપુર,નાંદોલા, પાતલદેવી,ભડકુવા ગામે વહેલી સવારે ત્રાટકી હતી. જેમાં ૪૬ થી વધુ ઘરોમાંથી ૧૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી અને દંડના વીજબીલો ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો...
માંગરોળના ડી.ઇ.નયન ચૌધરી,બારડોલી ડિવિઝનના એચ.આર.મોદી,સુરત ડિવિઝનનાં એન.એસ.ચૌધરી,ડી.ડી.પટેલ તેમજ સ્કવોડના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.વિજિલન્સની ટીમો ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકી શકે છે અને હજુ પણ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવી શકે છે.
Comments
Post a Comment