સુરતમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવેપારના ધંધા પર પોલીસે માર્યો છાપો, મળ્યા કઢંગી હાલતમાં કે…
સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમા ગેરકાયદે ચાલતા કુટણખાના પર AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચ ટીમે રેડ પાડી 4 મહિલા, ગ્રાહકો અને સંચાલક સહિત કુલ 7ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા સહિત 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, હ્યુમન ટ્રાફિંગના ગુનાઓ શોધી કાઢવા તથા તે ગુનાના ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા AHTU/મીસીંગ સેલના પી. આઇ. જી. એ. પટેલ તથા તેમની ટીમને સુચના આપવામાં આવૂ હતી. દરમિયાન મહિધરપુરા સુરત રેલવે સ્ટેશન ગૂડઝ યાર્ડ નજીક લંબેહનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમા લોહીનો વેપાર ચાલતો હોવાની શંકાને તપાસ કરતા મહિલાઓ સહિત ગ્રાહકો મળી આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, રેડ કરતા માલિક સંજયભાઇ જમીયતરામ તમાકુવાલા (રહે 72 શિવાંજલી રો હાઉસ લાલદરવાજા મેઇન રોડ મહિધરપુરા) ની પોલીસે અટકાયત કરી હતી. દલાલો પાસેથી 4 મહિલાઓને દેહવેપાર માટે હોટલમાં બોલાવી રાખી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવી દલાલોના માધ્યમથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Comments
Post a Comment