Posts

Showing posts from July, 2024

સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

Image
સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે, ગત તારીખ ૨૩ જુલાઇના રોજ જયા પાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઆચાર્યા શ્રીમતી ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં, ધોરણ ૯ થી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કલા પ્રદર્શિત કરી કાર્યક્રમને અલંકૃત કર્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પૈકી પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામો આપી તેમની કલાને બિરદાવવામાં આવી હતી.

સાપુતારા મેઘ મલ્હાર પર્વ ઉજવાય ડાંગના ગિરિમથકે ખળ-ખળ ઝરણા વહ્યા કરે

Image
“રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેડે પાણી પડે" સાપુતારા મેઘ મલ્હાર પર્વ ઉજવાય ડાંગના ગિરિમથકે ખળ-ખળ ઝરણા વહ્યા કરે “લીલી વનરાજી ખીલી ઉઠી ખેતરે ખેતરે હરિયાળી લહેરાય” સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં રીમઝીમ રીમઝીમ વરસાદી માહોલમાં મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નું શાનદાર રીતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. તા.૨૯ જુલાઇ થી ૨૮ ઓગસ્ટ સુધી એક મહિનો ચાલનારા ફેસ્ટિવલનો લોકોત્સવ અને રંગારંગ કલાકારો દ્વારા શાનદાર અને યાદગાર લોકમાનસ પટલ પર અમી છાપ છોડવામાં આવી છે. અને વરસતા વરસાદમાં યુવાનો અને પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિજાતિ સંસ્કૃતિની એક સે બઢકર એક ઝાંખી અને ગુજરાતનો ગ્લોબલ ગરબો તથા મેર તલવાર નૃત્ય અને સીદી ધમાલ નૃત્ય આબેહૂબ અને આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહ્યા હતા. અને ઉપસ્થિત જનમેધનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. ખુશનુંમા અને આહલાદક વાતાવરણમાં રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેઠે પાણી પડે ગિરિમાળાના ડુંગરે -ડુંગરે વરસાદમાં ખળ-ખળ ઝરણા અને ઘસમસતી નદીમાં ઘોડાપૂર આવ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે તા.૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે

Image
‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે તા.૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ 'મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’ના આયોજન અર્થે ગુજરાત ટુરીઝમ અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓને આપ્યો આખરી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૯ જુલાઈના રોજ 'મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે. ગુજરાત સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહિત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગનાં મંત્રી શ્રી મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે વલસાડ-ડાંગનાં સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગનાં ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્...

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તા.૨૪ થી ૨૬ જુલાઈ દરમિયાન ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી

Image
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તા.૨૪ થી ૨૬ જુલાઈ દરમિયાન ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ જિલ્લાના ભેંસકાત્રી, મહાલ, શબરીધામ, સાપુતારા સહિત વઘઇના પ્રવાસન સ્થળ તેમજ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તારીખ ૨૪ થી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન, ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે પ્રથમ દિવસે ભેંસકાત્રીમાં શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભિનું સ્વાગત કર્યું હતું. ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો જેમાં પ્રથમ દિવસે ઇકો કેમ્પ સાઈટ મહાલ, તેમજ સુબીર ખાતે આવેલ શબરી ધામની મુલાકાત લીધી હતી. જ્યારે બીજા દિવસે વણીગઠ તેમજ સાપુતારા ખાતે સાંદીપની હાઇસ્કુલ, વન કવચ, લોગહટ તેમજ તોરણ હોટલમાં સાપુતારાના વિકાસકીય કામો અંગેની સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં સાપુતારાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા સાથે, સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માત નિવારણ માટેના પગલાંની ચર્ચા વિચારણા કરવામાં ...

ગિરિમથક સાપુતારા ખાતે પધારનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે યોજાઇ સમીક્ષા બેઠક

Image
ગિરિમથક સાપુતારા ખાતે પધારનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે યોજાઇ સમીક્ષા બેઠક સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ. તારીખ ૨૫મી જુલાઇએ ગિરિમથક સાપુતારા ખાતે પધારનારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાતને લઈ, જિલ્લા વહીવટી તંત્રે આનુશાંગિક કામગીરીઓ આરંભી દીધી છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી બાબતે,બ સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ વિગતે સમીક્ષા હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે, તા.૨૪ અને ૨૫ જુલાઇ-૨૦૨૪ ના રોજ ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા (ભાજપા) ની વિસ્તૃત બેઠક'નું આયોજન કરાયું છે. જેમાં તા.૨૫ મી જુલાઈએ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેનાર છે. બે દિવસિય બેઠકમાં આદિજાતિ મોરચા (ભાજપા) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સમીર ઉરાવજી, પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન પ્રભારી શ્રી રત્નાકરજી સહિત ગુજરાતનાં આદિજાતિ જિલ્લાઓના સંગઠન પદાધિકારીઓ ઉયપસ્થિત રહેશે. કાર્યક્રમના ...

સાપુતારા-માલેગામ ઘાટ માગૅમા રસ્તાની બાજુમાં પડેલા ખાડા પુરાણ કરવામાં આવ્યા

Image
સાપુતારા-માલેગામ ઘાટ માગૅમા રસ્તાની બાજુમાં પડેલા ખાડા પુરાણ કરવામાં આવ્યા સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ. શનિ-રવિની રજાઓમાં સાપુતારાની સહેલગાહે હજારો ની સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોય છે.તેવા સંજોગોમાં સાપુતારા-માલેગામ ઘાટ માગૅ હર હંમેશા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે પ્રવાસીઓ ના સુરક્ષા હેતુ લક્ષી સાપુતારા પી.એસ.આઇ એન. ઝેડ ભોયા પોલીસ સ્ટાફ ને લઇ હર હંમેશા શનિ-રવિમા સાપુતારા માલેગામ ઘાટ માગૅમા ખડેપગે ઉભા રહી ટ્રાફિક જામની સર્જાતી સ્થિતિ ને સુલઝાવતા રહેછે.તેવામા એમને જોયું કે ટ્રાફિક થઇ જવાથી વાંકા ચુકા વળાંક રસ્તાઓની બાજુમાં મોટા-મોટા પડેલા ખાડાઓ થી પ્રવાસીઓની ગાડીઓ સ્લીપ ખાઇ ઉડી ખીણમાં પટકાય તેવી પ્રબળ શકયતા રહી હતી. અને ઘાટ માગૅમા ચઢતી વેળાએ રસ્તાની બાજુમાં પડેલા ખાડાઓથી નાની ગાડીઓના ચેચીસના નીચેના ભાગે લાગી જવાથી પ્રવાસીઓને ખાડાઓથી પસાર થવા ઘણી તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો તેવા સંજોગોમાં સાપુતારા-માલેગામ ઘાટ માગૅમા પ્રવાસીઓના સુરક્ષાને ધ્યાનમાં સાપુતારા પી.એસ.આઇ એન.ઝેડ ભોંયમાં પોતાનો સ્ટાફ લઇ જે.સે.બી અને ટ્રેકટરો લઇ ઘાટમાં યુ ટર્ન વળાંકો ઉપર મોટા-મોટા પડેલા ખાડાઓ ...

સંજાણ ના આદિવાસી પરિવારના યુવાન સ્વ. સંદિપભાઈ ધોડી નું ગતરોજ દાદરા નગર હવેલીના નરોલી ખાતે થયેલી કરપીણ હત્યા ના સંદર્ભ માં આજરોજ માન સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા મૃતક સ્વ સંદિપભાઈ ધોડી ના પિતાશ્રી સાથે વીડીયો કાલ ના માધ્યમથી સંપર્ક કરી પરિવાર ને સાંત્વના આપી હતી

Image
સંજાણ ના આદિવાસી પરિવારના યુવાન સ્વ. સંદિપભાઈ ધોડી નું ગતરોજ દાદરા નગર હવેલીના નરોલી ખાતે થયેલી કરપીણ હત્યા ના સંદર્ભ માં આજરોજ માન સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા મૃતક સ્વ સંદિપભાઈ ધોડી ના પિતાશ્રી સાથે વીડીયો કાલ ના માધ્યમથી સંપર્ક કરી પરિવાર ને સાંત્વના આપી હતી સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ. તેમજ દુખદ ઘટના સદભઁમાં દાદરા નગર હવેલી ના પોલિસ વડા શ્રી અમીત શમાઁ જી તથા દાદરા નગર હવેલી ના સંસદ કલાબેન ડેલકર જી સાથે સતત ટેલિફોનિક સંપકઁ મા રહી મૃતકને ન્યાય મળે અને આરોપીઓ ને કડક ના કડક સજા મળે એ માટે માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા પીડીત પરિવારને ખાતરી અને વિશ્વાસ આપવામાં આવ્યો છે, અને આવનારા દિવસોમાં માન. ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ તેમજ સંગઠનના આગેવાનો સાથે સંજાણ ખાતે એમના નિવાસે જઈ મૃતકના પરિવારની મુલાકાત પણ લઈ ઘટતું તમામ કરવાની અને પરિવારને ન્યાય અપાવવાની મા . સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા ખાતરી આપવામાં આવી હતી. આ દુખદ ઘટનામાં માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ, માન. ધારાસભ્ય શ્રી રમણલાલા પાટકર, સંગઠનના આગેવાનો હરહંમેશ પીડીત પરિવારની સાથે રહેશે.

વલસાડ-ડાંગ સાંસદ ધવલ પટેલનો ડાંગ ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યકમ

Image
વલસાડ-ડાંગ સાંસદ ધવલ પટેલનો ડાંગ ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યકમ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ. આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિ જળ, જંગલ અને જમીનને નુકશાન કર્યા વગર સમગ્ર જીલ્લાનો વિકાસ કરવામાં આવશે : સાંસદ ધવલ પટેલ લોકસભા 2024 ની ચૂંટણીમાં વલસાડ બેઠક ઉપર ભવ્ય જીત મેળવનાર સાંસદ ધવલ પટેલ ડાંગ જિલ્લાની જનતાનો આભાર માનવા ડાંગ ભાજપના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ધવલ પટેલે જનતા સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોનો આભાર માની વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. ડાંગ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં જીત મેલવનારા વલસાડના સાંસદ ધવલ પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યુવા અને ઉત્સાહિત સાંસદે ડાંગના જનતા મતદારો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર માનતા કહ્યું હતું કે ડાંગની જનતાના કામ કરવા માટે હું 24 કલાક અને 365 દિવસ તૈયાર છું, તમે મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસ હું ક્યારે પણ નહીં તોડું, સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો સાપુતારા સહિત ડોન હિલ સ્ટેશનનો વિકાસ સાથે, કૃષિ તેમજ ઇકોટુરિઝ માટે કામ કરવા સાથે પર્યાવરણની કાળજી રાખવાનું જણાવ્યું હતું. ડ...

ડાંગ જિલ્લાના ગોડલવિહીર ક્લસ્ટરના કલમવિહીર ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ

Image
ડાંગ જિલ્લાના ગોડલવિહીર ક્લસ્ટરના કલમવિહીર ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજય સરકાર દ્વારા, તથા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ આ બાબતે ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં રાજયમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા દરેક ગ્રામ પંચાયતમાં એક મોડલ ફાર્મ તૈયાર કરવાનો નિર્ધાર રાજ્ય સરકારશ્રીનો છે. જે અંતર્ગત દરેક પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ તાલીમમાં યોજવામાં આવી રહી છે. જેમાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગોડલવિહીર ક્લસ્ટરના કલમવિહીર ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૭ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર શ્રી પ્રકાશભાઇ, શ્રી વિજયભાઇ દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખનો ઉપયોગ વિશે ખુબ ઊંડાણ પૂર્વક માહિતી આપી આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કેવી રીતે બનાવવી અને તે...

સાપુતારા ઘાટમાં થયેલા બસ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લેતા ડાંગ કલેકટર તથા નાયબ મુખ્ય દંડકશ્રી

Image
સાપુતારા ઘાટમાં થયેલા બસ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લેતા ડાંગ કલેકટર તથા નાયબ મુખ્ય દંડકશ્રી સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ઇજાગ્રસ્તો, પરિવારજનો અને મુસાફરોને સધિયારો આપતા ત્વરિત સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગત રવિવારની સાંજે ૧૭:૪૦ વાગ્યે ગિરિમથક સાપુતારાના માલેગામ પાસેના ઘાટમાર્ગમાં સુરતની પ્રવાસી બસને નડેલા અકસ્માતમાં, ઇજાગ્રસ્ત મુસાફરો તથા તેમના પરિવારજનોને ડાંગના ઇ.ચા. કલેકટર શ્રી બી.બી.ચૌધરી તથા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે રૂબરૂ મળી સધિયારો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતથી સાપુતારા સહેલગાહે આવેલી ખાનગી લકઝરી બસ નંબર GJ-05-BT-9393 માં ૬૫ વ્યકિતિઓ સવાર હતા. જે પૈકી અકસ્માતમાં એક ૭ વર્ષની બાળકી અને ૩ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે ૨૬ જેટલા ઈજાગ્રસ્તોને પ્રથમ નજીકની શામગહાન CHC ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા. જે પૈકી એક ૫૦ વર્ષિય પુરુષ અને ૪૨ વર્ષિય ઇજાગ્રસ્ત મહિલાને આહવા સિવિલ અને ત્યાંથી સુરત સિવિલ ખાતે રિફર કરાયા હતા. તો ત્રણ સ્ત્રી અને એક પુરુષને શામગહાનથી સીધા સુરત સિવિલ ખાતે રિફર કરાયા હતા. આ દરમિયાન ...

વઘઇ રેલવે સ્ટેશન ખાતે યોજાયો 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ ૨૨૧ વૃક્ષોનું કરાયું વાવેતર, દસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ નિર્ધાર

Image
વઘઇ રેલવે સ્ટેશન ખાતે યોજાયો 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ ૨૨૧ વૃક્ષોનું કરાયું વાવેતર, દસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ નિર્ધાર ધરતી માં ને નવપલ્લવિત કરવા માટે એક વૃક્ષ વાવીને, માં નું ઋણ અદા કરવાની 'માં કસમ' લેવાનો અનુરોધ કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમના નામે વૃક્ષ વાવેતરનો રૂડો અવસર આપણે આંગણે આવ્યો છે: શ્રી વિજયભાઈ પટેલ ધરતી માં ને નવપલ્લવિત કરવા માટે એક એક વૃક્ષ વાવીને, માં નું ઋણ અદા કરવાનો રૂડો અવસર આપણે આંગણે આવ્યો છે ત્યારે, સૌએ ભાવનાત્મક રીતે જોડાઈને, એક એક વૃક્ષ વાવવાની અને તેને ઉછેરવાની 'માં કસમ' લેવાનો અનુરોધ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે કર્યો છે. 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમનો વઘઇ રેલવે સ્ટેશનેથી સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રારંભ કરાવતા શ્રી વિજયભાઈ પટેલે યુવા મંડળો, સિનિયર સિટીઝન, મહિલા મંડળો, વેપારી મહાજનો, જુદા જુદા એસોસિએશન, વિદ્યાર્થી ગ્રુપ સહિત દરેકે દરેક સમાજ અને તેના સભ્યો તથા નાગરીકો, જ્યાં જગ્યા મળે ત્યાં કમ સે કમ...

ડાંગ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

Image
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નવા ફોજદારી કાયદા (૧) BNS (૨) BNSS (૩) BSA ના "જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ" યોજાયા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધરાયું સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ દેશભરમાં અમલમાં મુકાયેલા ત્રણ ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), અને ભારતીય સાક્ષ્ય સંહિતા (BSA) વિશે લોકોમાં જાગૃકતા આવે તે હેતુસર, ડાંગ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ "જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ" યોજવામાં આવી રહ્યા છે. જેમાં આહવા, વઘઇ, સુબીર, અને આહવા મહિલા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટેના નવા ત્રણ ફોજદારી કાયદા અંગે જાગૃક્તા આવે તે માટે સેમિનારો, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાવામાં આવ્યાં હતાં. આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત (૧) સાપુતારા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. શ્રી એમ.ઝેડ.ભોયાના માર્ગદર્શન હેઠળ, નવા કાયદાની સમજ માટે સાપુતારા ખાતે આવેલ સાંદિપની સ્કુલમાં સરકારી વકીલ શ્રી મહેશભાઇ પટેલ અને નાયબ મામલતદાર શ્રી સાપુતારા દ્વારા નવા કાયદા વિશે જાણકાર...

એસ.ટી.વલસાડ ડિવિઝનના એક સાથે નિવૃત્ત થતા ૩૦ કર્મચારીઓને ટેકનોલોજીના સથવારે અપાયુ વિદાયમાન

Image
એસ.ટી.વલસાડ ડિવિઝનના એક સાથે નિવૃત્ત થતા ૩૦ કર્મચારીઓને ટેકનોલોજીના સથવારે અપાયુ વિદાયમાન એસ.ટી.વલસાડ વિભાગના તા.૩૦મી જૂન, ૨૦૨૪ માસમાં નિવૃત્ત થતા, જુદા જુદા ડેપોના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારોહ, ટેક્નોલોજીના સથવારે યોજાઈ ગયો. સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ વલસાડ એસ.ટી.ડિવિઝનના જુદા જુદા એકમો ખાતે, એક જ સમયે નિવૃત્ત થતા ૩૦ જેટલા કર્મચારીઓના વિદાય પ્રસંગે, વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલે ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક ડેપો/એકમ સાથે જોડાયા હતા. દરમિયાન નિવૃત થતાં કર્મચારીઓનું શ્રીફળ, શાલ, પુષ્પગુચ્છ સાથે સન્માન કરી, પેન્શન પત્ર આપી નિવૃત્તિ જીવનની શુભેચ્છા સાથે તેમની સેવાઓને સૌએ બિરદાવી હતી. આ પ્રસંગે દરેક ડેપો મેનેજરો તથા શાખા અધિકારી સાથે એકમ ખાતેના નિવૃત કર્મચારીઓના પરિવારજનો, અને યુનિયનના પ્રતિનિધિઓએ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી. ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિભાગના દરેક ડેપો સાથે લાઈવ જોડાઇ, નિવૃત થતા કર્મચારીઓના વિદાયમાનનો આ કાર્યક્રમ, એસ.ટી.વલસાડ વિભાગનો પ્રથમ પ્રસંગ છે. જેને તમામ અધિકારીઓ અને કામદારોએ સહર્ષ વધાવી આ નવીન પહેલને આવકારી હ...