ગિરિમથક સાપુતારા ખાતે પધારનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે યોજાઇ સમીક્ષા બેઠક

ગિરિમથક સાપુતારા ખાતે પધારનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે યોજાઇ સમીક્ષા બેઠક
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ. તારીખ ૨૫મી જુલાઇએ ગિરિમથક સાપુતારા ખાતે પધારનારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાતને લઈ, જિલ્લા વહીવટી તંત્રે આનુશાંગિક કામગીરીઓ આરંભી દીધી છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી બાબતે,બ સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ વિગતે સમીક્ષા હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે, તા.૨૪ અને ૨૫ જુલાઇ-૨૦૨૪ ના રોજ ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા (ભાજપા) ની વિસ્તૃત બેઠક'નું આયોજન કરાયું છે. જેમાં તા.૨૫ મી જુલાઈએ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેનાર છે. બે દિવસિય બેઠકમાં આદિજાતિ મોરચા (ભાજપા) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સમીર ઉરાવજી, પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન પ્રભારી શ્રી રત્નાકરજી સહિત ગુજરાતનાં આદિજાતિ જિલ્લાઓના સંગઠન પદાધિકારીઓ ઉયપસ્થિત રહેશે. કાર્યક્રમના સૂચારૂ અમલીકરણ અને આયોજન વ્યવસ્થા અર્થે યોજાયેલી બેઠકમાં, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, જિલ્લાના નાયબ વન સરક્ષકો સર્વશ્રી રવિ રાધાકૃષ્ણ અને દિનેશ રબારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટિલ, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા સહિતના સબંધિત ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...