વલસાડ-ડાંગ સાંસદ ધવલ પટેલનો ડાંગ ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યકમ

વલસાડ-ડાંગ સાંસદ ધવલ પટેલનો ડાંગ ભાજપ દ્વારા ઋણ સ્વીકાર કાર્યકમ
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ. આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિ જળ, જંગલ અને જમીનને નુકશાન કર્યા વગર સમગ્ર જીલ્લાનો વિકાસ કરવામાં આવશે : સાંસદ ધવલ પટેલ લોકસભા 2024 ની ચૂંટણીમાં વલસાડ બેઠક ઉપર ભવ્ય જીત મેળવનાર સાંસદ ધવલ પટેલ ડાંગ જિલ્લાની જનતાનો આભાર માનવા ડાંગ ભાજપના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ધવલ પટેલે જનતા સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોનો આભાર માની વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. ડાંગ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં જીત મેલવનારા વલસાડના સાંસદ ધવલ પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યુવા અને ઉત્સાહિત સાંસદે ડાંગના જનતા મતદારો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર માનતા કહ્યું હતું કે ડાંગની જનતાના કામ કરવા માટે હું 24 કલાક અને 365 દિવસ તૈયાર છું, તમે મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસ હું ક્યારે પણ નહીં તોડું, સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો સાપુતારા સહિત ડોન હિલ સ્ટેશનનો વિકાસ સાથે, કૃષિ તેમજ ઇકોટુરિઝ માટે કામ કરવા સાથે પર્યાવરણની કાળજી રાખવાનું જણાવ્યું હતું. ડાંગમાં જળ જંગલ અને જમીનને નુકશાન ન થાય એ પ્રમાણે જિલ્લાનો વિકાસ કરીને રજગારીની તકો ઉભી કરવાનું કામ કરવાની ખાતરી પણ ધવલ પટેલે આપી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભા આ નાયબ ઉપદંડક વ ધારાસભય વિજય પટેલ, સંગઠન પ્રભારી રાજેષ દેસાઈ, સંગઠન પ્રમુખ કિશોર ગાવીત સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગની જનતા ના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આભાર વ્યક્ત કરવા આવેલ ધવલ પટેલે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત પણ લીધી હતી. હોસ્પિટલમાં જનરલવોર્ડ, બાળવિભાગ, તેમજ પુરુષવોર્ડમાં જઈને દર્દીઓ સાથે મુલાકત લઈને તેમની સમસ્યા જાણી હતી. સિવિલ હોસ્પિટલના સ્ટાફ એ પણ સાણંદને પોતાના પ્રશ્નો જણાવ્યા હતા, મુલાકાત બાદ ધવલ પટેલે ઇન્ચાર્જ સિવિલ સર્જનને દર્દીઓને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...