સંજાણ ના આદિવાસી પરિવારના યુવાન સ્વ. સંદિપભાઈ ધોડી નું ગતરોજ દાદરા નગર હવેલીના નરોલી ખાતે થયેલી કરપીણ હત્યા ના સંદર્ભ માં આજરોજ માન સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા મૃતક સ્વ સંદિપભાઈ ધોડી ના પિતાશ્રી સાથે વીડીયો કાલ ના માધ્યમથી સંપર્ક કરી પરિવાર ને સાંત્વના આપી હતી

સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ.
તેમજ દુખદ ઘટના સદભઁમાં દાદરા નગર હવેલી ના પોલિસ વડા શ્રી અમીત શમાઁ જી તથા દાદરા નગર હવેલી ના સંસદ કલાબેન ડેલકર જી સાથે સતત ટેલિફોનિક સંપકઁ મા રહી મૃતકને ન્યાય મળે અને આરોપીઓ ને કડક ના કડક સજા મળે એ માટે માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા પીડીત પરિવારને ખાતરી અને વિશ્વાસ આપવામાં આવ્યો છે, અને આવનારા દિવસોમાં માન. ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ તેમજ સંગઠનના આગેવાનો સાથે સંજાણ ખાતે એમના નિવાસે જઈ મૃતકના પરિવારની મુલાકાત પણ લઈ ઘટતું તમામ કરવાની અને પરિવારને ન્યાય અપાવવાની મા . સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા ખાતરી આપવામાં આવી હતી. આ દુખદ ઘટનામાં માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ, માન. ધારાસભ્ય શ્રી રમણલાલા પાટકર, સંગઠનના આગેવાનો હરહંમેશ પીડીત પરિવારની સાથે રહેશે.

Comments
Post a Comment