સાપુતારા-માલેગામ ઘાટ માગૅમા રસ્તાની બાજુમાં પડેલા ખાડા પુરાણ કરવામાં આવ્યા

સાપુતારા-માલેગામ ઘાટ માગૅમા રસ્તાની બાજુમાં પડેલા ખાડા પુરાણ કરવામાં આવ્યા
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ. શનિ-રવિની રજાઓમાં સાપુતારાની સહેલગાહે હજારો ની સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોય છે.તેવા સંજોગોમાં સાપુતારા-માલેગામ ઘાટ માગૅ હર હંમેશા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે પ્રવાસીઓ ના સુરક્ષા હેતુ લક્ષી સાપુતારા પી.એસ.આઇ એન. ઝેડ ભોયા પોલીસ સ્ટાફ ને લઇ હર હંમેશા શનિ-રવિમા સાપુતારા માલેગામ ઘાટ માગૅમા ખડેપગે ઉભા રહી ટ્રાફિક જામની સર્જાતી સ્થિતિ ને સુલઝાવતા રહેછે.તેવામા એમને જોયું કે ટ્રાફિક થઇ જવાથી વાંકા ચુકા વળાંક રસ્તાઓની બાજુમાં મોટા-મોટા પડેલા ખાડાઓ થી પ્રવાસીઓની ગાડીઓ સ્લીપ ખાઇ ઉડી ખીણમાં પટકાય તેવી પ્રબળ શકયતા રહી હતી. અને ઘાટ માગૅમા ચઢતી વેળાએ રસ્તાની બાજુમાં પડેલા ખાડાઓથી નાની ગાડીઓના ચેચીસના નીચેના ભાગે લાગી જવાથી પ્રવાસીઓને ખાડાઓથી પસાર થવા ઘણી તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો તેવા સંજોગોમાં સાપુતારા-માલેગામ ઘાટ માગૅમા પ્રવાસીઓના સુરક્ષાને ધ્યાનમાં સાપુતારા પી.એસ.આઇ એન.ઝેડ ભોંયમાં પોતાનો સ્ટાફ લઇ જે.સે.બી અને ટ્રેકટરો લઇ ઘાટમાં યુ ટર્ન વળાંકો ઉપર મોટા-મોટા પડેલા ખાડાઓ પુરાણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...