Posts

Showing posts from August, 2023

સ્વતંત્રતા પર્વ નિમિત્તે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ ખાતે 'બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો

Image
સ્વતંત્રતા પર્વ નિમિત્તે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ ખાતે 'બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે બ્લડ ડોનેટ કરી પ્રજાને ઉમદા કાર્યમા જોડાવા અનુરોધ કર્યો સ્વતંત્રતા પર્વ નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-આહવા દ્વારા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર-વઘઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રંસગે ડાંગ જિલ્લા કલેકટર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવાના પ્રેસિડેન્ટ શ્રી મહેશ પટેલે બ્લડ ડોનેટ કરી, અન્ય લોકોને પણ બ્લડ ડોનેશનના ઉમદા કાર્યમા જોડાવા અનુરોધ કર્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિત્તે વઘઈ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામિત, ડાંગ જિલ્લા એલ.સી.બી. પી.એસ.આઈ. શ્રી જયેશભાઇ વળવી, આહવા પોલીસ મથકના રીડર પી.એસ.આઈ. શ્રી કે.કે.ચૌધરી સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ અન્ય લોકો પણ 'રક્ત દાન, મહા દાન' ના ઉમદા કાર્યમા જોડાયા હતા.

ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ

Image
ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ   સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ આઝાદીના અમૃત મહોત્સવ' ના સમાપન ટાણે 'મેરી માટી, મેરા દેશ' અને 'હર ઘર તિરંગા' સાથે ખડો થયો દેશભક્તિનો અનોખો માહોલ તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ કરાયુ સન્માન ડાંગના જિલ્લા કક્ષાના વઘઇના કાર્યક્રમ સાથે આહવા તાલુકાનો કાર્યક્રમ ટાકલીપાડા ગામે અને સુબિરનો કાર્યક્રમ કેશબંધ ખાતે યોજાયો ભીના ભીના વરસાદી માહોલમા ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તિરંગો લહેરાવતા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે, સૌને 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના સમાપન સાથે યોજાયેલા સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. દેશ સમસ્તની જેમ 'આઝાદીના અમૃત મહોત્સવ' ના સમાપન સમારોહ સાથે 'મેરી મિટ્ટી, મેરા દેશ' અને 'હર ઘર તિરંગા' સાથે ડાંગ જિલ્લામા પણ ખડા થયેલા દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા કલેક્ટરશ્રીએ તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ અભિવાદન, સન્માન પણ કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ડાંગના જિલ્લા કક્ષાના વઘઇન...

કાલોલ તાલુકાના જાંબુડી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત કાર્યક્રમ યોજાયો...

Image
કાલોલ તાલુકાના જાંબુડી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત કાર્યક્રમ યોજાયો  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ નો કાર્યક્રમ આજ રોજ જાંબુડી ગામ નવીન વિભાજીત ગ્રામ પંચાયત ઉપર યોજાવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શિલાલેખ નું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં શહીદ સૈનિકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હાથમાં દીપ લઈને શપથ લીધાં હતાં અને વૃક્ષા રોપણ અને ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરાયુ હતુ  વીરો ને વંદન આ કાર્યક્રમમાં પોલીસ (LCB) માં ફરજ બજાવીને નિવૃત્ત થયેલ કિરણસિંહ નું સન્માન ગામ લોકોએ સાલ ઓઢાડી તથા ફૂલોના હાર વડે એમનું સન્માન કર્યું હતું આ પ્રસંગે જાંબુડી ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી તથા વહીવટદાર, ગામના નાગરિકો અગ્રણીઓ તથા આંગણવાડી કાર્યકર પ્રાથમિક શાળા ના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.

કાલોલ તાલુકાના ચલાલી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત સૈનીકો નુ સન્માન અને શપથ લીધા.

Image
કાલોલ તાલુકાના ચલાલી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત સૈનીકો નુ સન્માન અને શપથ લીધા. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત મારી મોટી મારી દેશ નો કાર્યક્રમ આજ રોઝ ચલાલી ગ્રામ પંચાયત ઉપર યોજાવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શિલાલેખ નું અનાવરણ કરવામાં આવેલ અને  હાથમાં દીપ લઈને શપથ લેવામાં આવ્યા હતા  તેમજ વૃક્ષા રોપણ અને ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરાયુ હતુ વીરો ને વંદન કાર્યક્રમમાં હાલમાં સેનામાં ફરજ બજાવીને આવેલ નિવૃત્ત થયેલ જવાન જસવંતસિંહ ચૌહાણ, કનુંસિંહ, અર્જુનસિંહ ચૌહાણ તથા પ્રવીણસિંહ નું સન્માન સાલ ઓઢાડી તથા ફૂલોના ગુલદછા વડે એમનું અને તેમનાં કુટુંબીજનોનું સન્માન કરવામાં આવ્યું.  આ પ્રસંગે ચલાલી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી શિશુનાથ ઠાકોર તથા વહીવટદાર ધર્મેન્દ્રસિંહ રાઠોડ, ગામના નાગરિકો અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ આંગણવાડી કાર્યકર આરોગ્ય વિભાગ નાં કર્મચારીઓ, હાઈસ્કૂલ નો સ્ટાફ અને ચલાલી પ્રાથમિક શાળા ના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.

વઘઇ ખાતે યોજાયો ૭૪મો વન મહોત્સવ

Image
વઘઇ ખાતે યોજાયો ૭૪મો વન મહોત્સવ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગના પ્રજાજનોને જન્મ દિવસ જેવા શુભ અવસરે એક એક વૃક્ષ વાવવાની અપીલ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરવા સાથે વૃક્ષારોપણ કરતા મહાનુભાવો ‘વન મહોત્સવ’ દરમિયાન ડાંગમાં ૭ લાખ રોપાઓનું વાવેતર કરતુ વન વિભાગ ડાંગ અને પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન-સન્માન, અને સમગ્ર જીવન જંગલને આભારી છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા, સૌને તેની જાળવણીનું આહ્વાન કર્યું હતું.૭૪માં વન મહોત્સવના કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રી વિજયભાઈ પટેલે, ડાંગના પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ પૂજક પ્રજાજનો જ, જંગલના સાચા રક્ષકો છે તેમ કહ્યું હતું. જંગલમાં વસતા આદિજાતિ પરિવારોનું વન આધારિત જુદી જુદી યોજનાઓના સથવારે તેમનું જીવન ધોરણ બદલાયું છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. તેમણે વન વિભાગની અઢળક યોજનાઓનો લાભ લઈને પ્રજાજનોને સ્વયં જાગૃતિ કેળવી, પોતાના જંગલનું રક્ષણ કરી, ભાવિ...

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય વિશે વ્યાખ્યાન યોજાયું

Image
પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય વિશે  વ્યાખ્યાન યોજાયું સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ:-પંચમહાલ પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા તથા ગુજરાતી વિભાગ દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય સર્જન વિશે વ્યાખ્યાન યોજાયુ. સમગ્ર વ્યાખ્યાનનું આયોજન ગુજરાતી વિભાગ અધ્યક્ષ પ્રા. પ્રતિક શ્રીમાળી અને ડૉ.ભાવિની પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા શ્રી વિનોદ ગાંધી હતા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય અને વિશ્વ સાહિત્યને સાથે લઈને ચાલનારો ગુજરાતી સાહિત્યનો એક આગવા કવિ વિશે ઊંડાણપૂર્વકની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.વિનોદ પટેલીઆ તેમજ સમગ્ર સ્ટાફના સહયોગથી થયો હતો. તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમા હાજર રહી કવિશ્રી ગાંધી સાહેબના વ્યાખ્યાનને સાંભળ્યું. આ પ્રસંગે કોલેજના પ્રમુખશ્રી ડો.જે.બી.પટેલ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આવા વ્યાખ્યાનો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ભાવિન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ...

વઘઇના ગીરાધોધ સહિત બોટાનિકલ ગાર્ડનની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી

Image
વઘઇના ગીરાધોધ સહિત બોટાનિકલ ગાર્ડનની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ તાજેતરમાં ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા રાજ્યના વન પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, પ્રવાસન અને સાંસ્ક્રુતિક વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ દક્ષિણ ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્રના ગીરાધોધ તથા બોટાનિકલ ગાર્ડન જેવા પર્યટન સ્થળની મુલાકાત લીધી હતી. વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીના પ્રાકૃતિક પર્યટન સ્થળો સોળે કળાએ ખીલી ઊઠે છે, ત્યારે આ સ્થળે આવતા પ્રકૃતિ પ્રેમી પર્યટનોને પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય, અને પ્રવાસનના માધ્યમથી સ્થાનિક રોજગારીનું સર્જન કરી શકાય તેવા રાજ્ય સરકારના પ્રયાસોની ફળશ્રુતિ મંત્રીશ્રીએ નિહાળી હતી. વઘઇના ગીરાધોધ ખાતે વન વિભાગ દ્વારા પૂરી પડાયેલી સુવિધાઓ સાથે સ્થાનિક વન પરિસરીય મંડળીના માધ્યમથી સ્વરોજગારી પૂરી પાડવાના પ્રયાસોની સરાહના કરતા મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ, અહીના સોવેનિયર શોપની વિગતો મેળવી હતી. ગિરાધોધ બાદ મંત્રીશ્રીનો કાફલો ગુજરાતનાં એકમાત્ર બોટાનિકલ ગાર્ડનની મુલાકાતે ગયો હતો. અંહી બામ્બુની જુદી જુદ...