કાલોલ તાલુકાના ચલાલી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત સૈનીકો નુ સન્માન અને શપથ લીધા.
કાલોલ તાલુકાના ચલાલી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત સૈનીકો નુ સન્માન અને શપથ લીધા.
આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત મારી મોટી મારી દેશ નો કાર્યક્રમ આજ રોઝ ચલાલી ગ્રામ પંચાયત ઉપર યોજાવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શિલાલેખ નું અનાવરણ કરવામાં આવેલ અને હાથમાં દીપ લઈને શપથ લેવામાં આવ્યા હતા
તેમજ વૃક્ષા રોપણ અને ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરાયુ હતુ વીરો ને વંદન કાર્યક્રમમાં હાલમાં સેનામાં ફરજ બજાવીને આવેલ નિવૃત્ત થયેલ જવાન જસવંતસિંહ ચૌહાણ, કનુંસિંહ, અર્જુનસિંહ ચૌહાણ તથા પ્રવીણસિંહ નું સન્માન સાલ ઓઢાડી તથા ફૂલોના ગુલદછા વડે એમનું અને તેમનાં કુટુંબીજનોનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ચલાલી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી શિશુનાથ ઠાકોર તથા વહીવટદાર ધર્મેન્દ્રસિંહ રાઠોડ, ગામના નાગરિકો અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ આંગણવાડી કાર્યકર આરોગ્ય વિભાગ નાં કર્મચારીઓ, હાઈસ્કૂલ નો સ્ટાફ અને ચલાલી પ્રાથમિક શાળા ના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.
Comments
Post a Comment