કાલોલ તાલુકાના જાંબુડી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત કાર્યક્રમ યોજાયો...
કાલોલ તાલુકાના જાંબુડી ગામે "મારી માટી મારો દેશ" અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ નો કાર્યક્રમ આજ રોજ જાંબુડી ગામ નવીન વિભાજીત ગ્રામ પંચાયત ઉપર યોજાવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શિલાલેખ નું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં શહીદ સૈનિકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હાથમાં દીપ લઈને શપથ લીધાં હતાં અને વૃક્ષા રોપણ અને ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરાયુ હતુ
વીરો ને વંદન આ કાર્યક્રમમાં પોલીસ (LCB) માં ફરજ બજાવીને નિવૃત્ત થયેલ કિરણસિંહ નું સન્માન ગામ લોકોએ સાલ ઓઢાડી તથા ફૂલોના હાર વડે એમનું સન્માન કર્યું હતું આ પ્રસંગે જાંબુડી ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી તથા વહીવટદાર, ગામના નાગરિકો અગ્રણીઓ તથા આંગણવાડી કાર્યકર પ્રાથમિક શાળા ના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.
Comments
Post a Comment