પ્રદેશ બક્ષીપંચ મોરચાના જન સંપર્ક યાત્રા રથનું ડાંગ જિલ્લામાં થયું સ્વાગત
પ્રદેશ બક્ષીપંચ મોરચાના જન સંપર્ક યાત્રા રથનું ડાંગ જિલ્લામાં થયું સ્વાગત સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની ઉજવણીના ભાગ રૂપે "પ્રદેશ બક્ષીપંચ મોરચા" દ્વારા આયોજિત જનસંપર્ક યાત્રાના રથ નું ડાંગ-૧૭૩ વિધાનસભા* માં આજે આહવા તથા વઘઈમા આગમન થયું. ડાંગ જિલ્લામાં આગમન થયેલા આ રથના સ્વાગત માટે ડાંગ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિશ્વનાથભાઈ મહાલે તથા મહામંત્રી મુકુંદભાઈ પવાર, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી રાજુભાઈ મોહિતે, મોરચાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ કાંજીયા, વડીલ આગેવાન પુનાકાકા, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ, વઘઈ મંડલ યુવા મોરચા પ્રમુખ જયભાઈ આહીર તથા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિપુલભાઈ ગવળી, મયુરભાઈ અને યુવા તથા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓએ ભેગા મળી હર્ષભેર રથનું સ્વાગત કર્યું .