ચલાલી થી વેજલપુર જોડતા માર્ગ નું નવીનીકરણ કે તાત્કાલિક સમારકામ કરવા બાબત અને ચલાલી ગોમા નદી ઉપર મંજૂર થયેલ ચેક ડેમનું કામ ચાલુ કરવા બાબત અધિક જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું
ચલાલી થી વેજલપુર જોડતા માર્ગ નું નવીનીકરણ કે તાત્કાલિક સમારકામ કરવા બાબત અને ચલાલી ગોમા નદી ઉપર મંજૂર થયેલ ચેક ડેમનું કામ ચાલુ કરવા બાબત અધિક જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું
@સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરથી ચલાલી, કરોલી અને સીમલીયા ગામને જોડતા માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડ્યા છે ચલાલી ગામ અને આજુબાજુના વિસ્તારના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહેલ છે ચોમાસાની ઋતુમાં માર્ગ ઉપર પડેલા જોખમી ખાડામાં પાણી ભરાઈ જાય છે, તેથી માર્ગમાં પડેલા ખાડા દેખાતા નથી તેથી વાહનો ખાડામાં ખાબકતાં અકસ્માતો સર્જાય છે અને વાહનોને બહુ મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે.ચલાલી ગામનો મુખ્ય વ્યવહાર વેજલપુર સાથે છે
ચલાલી કે આજુબાજુના ગામડાઓ માં અકસ્માતો તેમજ પ્રસુતિ માટે પણ લોકોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓનો લાભ ઝડપી મળતો નથી
આ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ બદતર હાલતમાં હોવાને લીધે વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે
ચલાલી ગામે પહોંચવામાં વધારે સમય લાગી જાય છે માર્ગ નું નવીનીકરણ કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જે વહેલી તકે કામ કરવામાં નહિ આવે તો ગ્રામજનોએ આંદોલન ની પણ ચીમકી આપી,
Comments
Post a Comment