નિઝરના સ્થનુર ગામના પુલ ઉપર ટ્રક અડફેટે બાઈક સવાર ર વ્યક્તિઓના ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યા હોવાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
નિઝરના સ્થનુર ગામના પુલ ઉપર ટ્રક અડફેટે બાઈક સવાર ર વ્યક્તિઓના ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યા હોવાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના થનુર ગામની સીમમાંથી પસાર થતો નિઝરથી ઉચ્છલ તરફ જતો સ્ટેટ હાઇવે નંબર-૮૦ ઉપર આજરોજ સવારે વહેલી સવારે ટ્રક નંબર એમપી/૦૯/એચએચ/૦૮૮૯ ના ચાલકે પોતાના ક્જાનું ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ બાઈક નંબર જીજે/૨૬/આર/૫૩૭૫ને અટકેટે લેતા બાઇક ઉપર સવાર ગોપીન્દ્રાભાઈ કીકાભાઈ વળવી (ઉ.વ.૫૪) રહે, માણેકપુર તા.ઉચ્છલ અને જેશુબેન સેગાભાઈ પાડવી (ઉ.વ.૭૦) રહે,ચીરમાટી તા.કુકરમુંડા નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યા હતા. જોકે આ અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાના કબ્જાની ટ્રક લઇ નાશી છુટ્યો હતો. બનાવ અંગે નરેશભાઈ ગોરજીભાઈ વસાવા રહે, બોરઠા (નવલપુર) તા.નિઝર નાઓની ફરિયાદના આધારે નિઝર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Comments
Post a Comment