મિશન લાઇફ' ના ઉદ્દેશ સાથે ડાંગમાં યોજાશે વિશ્વ પર્યાવરણ દિવસ
આજે વિશ્વ પર્યાવરણ..
'મિશન લાઇફ' ના ઉદ્દેશ સાથે ડાંગમાં યોજાશે વિશ્વ પર્યાવરણ દિવસ
મિશન લાઇફના ઉદ્દેશ સાથે આજે ડાંગ જિલ્લામાં 'વિશ્વ પર્યાવરણ' ની ઉજવણી થશે.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે સવારે ૯ વાગ્યે વઘઇના કૃષિ વિશ્વ વિધ્યાલય ખાતે સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ વેળા મુખ્ય મહેમાન તરીકે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે કલેક્ટર શ્રી એમ.આઈ.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા સહિત, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી હાજરી આપશે.
સમગ્ર કાર્યક્રમનુ આયોજન-વ્યવસ્થા બોટાનીકલ ગાર્ડન વઘઇના અધિક્ષકશ્રી, અને શ્રી વઘઇ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી લી. વઘઇના દ્વારા હાથ ધરાશે
Comments
Post a Comment