તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન અંદાજીત ૯૪૧૪ બાળકો શાળા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવશે

તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન અંદાજીત ૯૪૧૪ બાળકો શાળા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવશે
@સરદાર ન્યૂઝ:-હાર્દિક પટેલ-તાપી

રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 12, 13 અને 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે તાપી જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ સહિતનાં જિલ્લાનાં વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુરૂપે થાય તે માટે કલેક્ટર ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ સઘન આયોજન હાથ ધરાવામાં આવ્યું છે. આ પ્રવેશોત્સવ તાપી જિલ્લામાં એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે તથા કન્યા કેળવણીને વધુ પ્રોત્સાહન મળે, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળકો-વાલીઓમાં ઉત્સાહ રહે તે મુજબનું આયોજન કરવામાં આવશે. જેમાં જન્મના પ્રમાણપત્ર પરથી બાળકને પ્રવેશ અપાશે. ઉપરાંત શાળા પ્રવેશોત્સવ સમયે સ્કૂલ ઓફ એક્સિલેન્સ, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળકોને પોષણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. જેના માટે વિવિધ પદાધિકારીઓ આવી રહી છે. તથા ઉચ્ચ અધિકારીઓને રૂટની કાળવણી આવી રહી છે. કરવામાં
નોંધનિય છે કે, તાપી જિલ્લામાં આ વર્ષે અંદાજિત ૪૮૫ બાળકો ધોરણ-૧માં શાળામાં પ્રવેશ મેળવશે. તથા બાળવાટીકા અંતર્ગત ૫ વર્ષ પુરા કરેલા અંદાજીત ૮૦૫૬ બાળકો, સ્કુલ ડ્રોપ આઉટ 02 બાળકો, તથા આંગણવાડીમાં ૮૭૧ બાળકો મળી કુલ ૯૪૧૪ બાળકો શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનશે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...