રાજર્ષિ મુનીને ૯૩ વર્ષની વયે સોમવારે રાત્રે હાર્ટએટેકની અસર: સવારે ત્રણ વાગ્યે વડોદરા હોસ્પિટલમાં દેહત્યાગ
કાલોલ તાલુકાના યોગધામ મલાવ ખાતે બ્રહ્મલીન યોગાચાર્ય કૃપાલ્વાનંદ મહારાજના અંતેવાસી અને યોગના ઉત્થાન માટે લકુલીશ આશ્રમના પ્રણેતા યોગસ્વામી રાજર્ષિ મુની મંગળવારે સવારે ત્રણ વાગ્યે બ્રહ્મલીન થયા હતા સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ ૯૩ વર્ષની વયે બ્રહ્મલીન બનેલા યોગસ્વામીના દેહત્યાગની જાણકારીને પગલે તેમના લાખો શ્રધ્ધાળુઓમાં ગમગીની છવાઇ હતી. યોગસ્વામીની તપોભૂમિ મલાવ હોવાથી સ્વામીના યોગદેહને અંતિમ દર્શન માટે સૌપ્રથમ મલાવ સ્થિત લકુલીશ આશ્રમ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં હજારો ભાવિકો આંખમાં આંસુઓ સાથે ઉમટી પડ્યા હતા અને અંતિમ દર્શનનો લાભ લીધો હતો. જેમના યોગ મહિમાસભર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યોગસ્વામી રાજર્ષિ મુનીની તપોભૂમિ મલાવ રહી છે અને મલાવ ખાતે જ તેમને યોગાચાર્ય કૃપાલ્વાનંદ મહારાજની નિશ્રામાં લકુલીશ આશ્રમ, લાઈફ મિશન કેન્દ્રો અને ભારત દેશની સૌપ્રથમ યોગ યુનિવર્સિટીની સ્થાપના પણ મલાવ ખાતે શરૂ કરી હતી. રાજર્ષિ મુનીની યોગશૈલી અને સાધના ઉચ્ચતર હોવાથી વિશ્વ વિખ્યાત બનતા અનેક દેશોમાં પ્રચલિત બનતા લકુલીશ ફાઉન્ડેશનના ...