કાલોલ તાલુકા પંચાયત માં શિક્ષણ શાખા માં થી લેપટોપોની ચોરીની ફરિયાદ નોંધાઈ...
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ રાણા એ નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ જિલ્લા પંચાયત તરફથી પ્રાથમિક શાળાના બાળકો નાઆધાર સિડીંગ ની કામગીરી માટે આધાર કિટ ફાળવેલી હતી આધારકીટ ની કામગીરી કરતા ઓપરેટર દ્વારા જે તે સમયે રાત્રિના સમય દરમિયાન પણ કામગીરી કરતા હોવાનું પ્રકાશમાં આવતા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા તેઓ ઉપર દંડાત્મક કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરી તેઓ પાસેથી કામગીરી લઈ લેવામાં આવી હતી
સરદાર ન્યૂઝ:- તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
ત્યારબાદ તારીખ ૦૬-૦૭-૨૦૨૨ ના રોજ સસ્પેન્ડ કરાયેલ ઓપરેટર દ્વારા આ કીટ તથા તેના તમામ ૧૦ જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ કાલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં જમા કરાવવામાં આવ્યા હતા તારીખ . ૦૮-૦૭-૨૨ ના રોજ લેપટોપ કચેરીની તિજોરી ની ઉપરના ભાગે અને બાકીના તમામ ઇન્સ્ટ્રુમેન્ટ તિજોરી મા મુકેલા હતા . કાલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં શિક્ષણ શાખાની કચેરી માં ફક્ત શિક્ષકોની અવરજવર હોવાથી ઓફિસ ને તાળું મારવામાં આવતું નથી તારીખ ૨૨-૦૭-૨૨ ના રોજ ગોધરા થી ડેટા ઓપરેટર નું કામ કરવા આવેલ ઓપરેટરે કીટ અને લેપટોપની માંગણી કરતા કીટ મળેલ પરંતુ લેપટોપ મળી આવેલ ન હતું જે બાબતે કચેરીમાં શોધ ખોળ કરતા લેપટોપ મળી આવેલું ન હતું જે ગોધરા ખાતેની પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સૂચનાઓ મળતા રૂ ૨૫,૦૦૦ / ના એસર કંપની ના લેપટોપ ની ચોરી અંગેની કાલોલ પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાબતે કાલોલ પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુણો નોંધી વધુ તપાસ પીએસઆઈ જે ડી તરાલ દ્વારા શરૂ કરાયેલ છે . સમગ્ર બાબતે કાલોલ તાલુકા પંચાયતની શિક્ષણ વિભાગ ની તાળા વગરની ખુલ્લી ઓફિસ અને મૂલ્યવાન વસ્તુઓ ખુલ્લા માં મૂકવાની આદત ચર્ચામાં રહી છે ત્યારે લેપટોપ ની ઉઠાંતરી કરનાર કોણ હોઈ શકે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે .
Comments
Post a Comment