ચલાલી કરોલી સીમલીયા રૂટની બસ ની રાહ જોતા વિદ્યાર્થીઓ મોદી ના પ્રોગ્રામના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં અટવાયા..

સૌ ભણે સૌ આગળ વધે  આ સ્લોગન ક્યારે સફળ થશે શું આવી રીતે ભણશે ગુજરાત...

સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર, ચલાલી,કરોલી,ગામના વિદ્યાર્થીઓ સીમલીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે પણ ભાજપના પ્રોગ્રામમાં બસો  ફાળવવામાં આવી હોવાના કારણે કારણે ૩૦ કરતા વધારે વિદ્યાર્થીઓ અટવાયા હતા ગોધરા બસડેપો સંચાલક જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોદીના પ્રોગ્રામના કારણે હાલ બસો ઉપલબ્ધ નથી અગામી ત્રણ દિવસ સુધી થી બસ નહિ આવે તેવું જણાવ્યું હતું. 
સૌ ભણે સૌ આગળ વધે આ સ્લોગન ક્યારે સફળ થશે શું આવી રીતે ભણશે ગુજરાત વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાયા અવાર નવાર બસ ના આવવાના કારણે વારંવાર વિદ્યાર્થીઓ અટવાયા કરે છે હાલ સીમલીયા હાઈસ્કૂલમાં એકમ કસોટીના પેપર ચાલતા હોવાના વિદ્યાર્થીઓના વાલીઓએ  પોતાના બાળકોને સ્કૂલે મુકવા અને લેવા જવાની ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે આવી રીતે કોઈ પણ સમયે જાણ કર્યા વગર બસ બંધ ના થવી જોઈએ બાળકોએ કલાકો સુધી બસની રાહ જોઈ હતી આવી રીતે વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં જે બસનો ઉપયોગ કરી રહ્યા છે તે રૂટ ની બસ બંધ ના થવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ ના પડે તેવું વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ જણાવ્યું હતું

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...