મહીલા સ્વાવલંબન દિવસ નિમિત્તે જીલ્લા રોજગાર કચેરી ગોધરા તથા મહીલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે ત્રણ જિલ્લાના ઉમેદવારો માટે કલસ્ટર મેગા જોબ ફેર અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઈ
૫૧૦ જેટલા મહિલા ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા લીધો ભાગ
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
ગોધરાના સંયુકત ઉપક્રમે ત્રીમંદીર ,ભામૈયા, ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના મહીલા ઉમેદવારો માટે કલસ્ટર મેગા જોબ ફેર અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજવામા આવી હતી.
મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગોધરાના સંયુકત ઉપક્રમે ત્રીમંદીર ભામૈયા,ગોધરા ખાતે મહિલાઓને ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે ત્રણ જીલ્લા પંચમહાલ,દાહોદ અને મહિસાગર જીલ્લાનો કલસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબીર યોજવામાં આવ્યો હતો.
પંચમહાલ,અમદાવાદ જીલ્લાના ૧૧ નોકરીદાતા હાજર રહ્યા હતા. આ મેળામાં ૧૮થી ૩૫ વર્ષના ધો.૫ પાસથી વધુ અને ગ્રેજયુએટ સુધિની લાયકાત મુજબની ૮૦૦ થી વધુ ટેકનીકલ નોન ટેકનીકલ જગ્યા માટે ૫૧૦ જેટલા મહિલા ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો, જેમાંથી ૩૬૭ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.જેમા પંંચમહાલ જીલ્લાના ૩૦૩, દાહોદ જીલ્લામા ૩૨ તેમજ મહીસાગર જીલ્લાની ૩૨ મહીલાઓને રોજગારીની તકો પુરી પાડવામા આવી ઉમેદવારોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારી નો લાભ લેવા અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન કરવા અને રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા તેમજ સ્વરોજગારીમા જોડાવા સ્વરોજગાર લક્ષી તાલીમ મેળવવા જીલ્લા રોજગાર અધિકારી એ એલ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.
Comments
Post a Comment