ડાંગ જિલ્લાના વઘઇ ખાતે શારીરિક વ્યાયામ કેન્દ્રનો પ્રારંભ કરાયો

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે શારીરિક વ્યાયામ કેન્દ્રનો પ્રારંભ કરાયો વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે વઘઇમાં શારીરિક વ્યાયામ કેન્દ્ર (જીમ) ને ખુલ્લું મુક્યું
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ આજરોજ વિધાનસભા નાયબ દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના હસ્તે વઘઇ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી શ્રી વઘઇ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી લી.વઘઇ દ્વારા સંચાલિત શારીરિક વ્યાયામ કેન્દ્રને ખુલ્લું મુકાયું હતું. વઘઇ એ.પી.એમ.સી માર્કેટ ખાતે આજરોજ ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે શારીરિક વ્યાયામ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું હતું. શારીરિક રિતના યુવાઓ અને લોકો ફિટ રહે તે માટે વઘઇમાં વ્યાયામ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, માણસની માનસિક અને શારીરિક તંદુરસ્તી હોવી ખુબ જ જરૂરી છે. કસરતોના આદતથી માનવી સાહસિક, આંનદપ્રદ અને ઉર્જાવાન અનુભવે છે. આજના યુવાઓ માનસિક અને શારીરિક તંદુરસ્તી તરફ પ્રેરાય અને વ્યશની દુર રહે તે માટે શ્રી વિજયભાઇ ખાસ ભાર મુક્યો હતો. આજનો યુવાધન વ્યશનના કારણે પોતાની દિશા બદલી રહ્યો છે. ત્યારે યુવાઓમાં વ્યસન મુક્તી અને વ્યશન થી માનસિક તણાવો દુર કરવા શારીરિક વ્યાયામો ખુબ જ ઉપયોગી સાબીત થશે તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું. તેમજ યુવાઓ અને ગામના લોકોને શારીરિક વ્યાયામ કેન્દ્રનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, વઘઇ ગામના અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...