આહવા નગર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે લોકસભાના દંડક અને ડાંગ- વલસાડના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબને રજૂઆત કરવામાં આવી.

આહવા નગર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે લોકસભાના દંડક અને ડાંગ- વલસાડના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબને રજૂઆત કરવામાં આવી.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા સાંસદશ્રી ધવલભાઈ પટેલ સાથે સાપુતારા ખાતે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીની આગેવાની હેઠળ મુલાકાત કરવામાં આવી. જેમાં માનનીય સાંસદશ્રી દ્વારા સમગ્ર ડાંગ જિલ્લાના ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્રે ખૂબ આગળ વધે તે હેતુથી જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ મળી રહે તે માટે જનપ્રતિનિધિઓ દ્વારા પૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રજૂઆત કરનારા ખેલાડીઓને ક્રિકેટની કીટ પણ ઉપલબ્ધ થાય તે માટે પણ સાંસદશ્રી દ્વારા તુરંત વ્યવસ્થા કરવામાં આવી. આગામી સમયમાં ડાંગ જિલ્લાના યુવાનો ક્રિકેટ સહિત અન્ય રમતોમાં પણ ડાંગ જિલ્લાનું નામ રોશન કરે તે માટે જિલ્લા ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચના અને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી. સાંસદશ્રીના રમત-ગમત પ્રત્યેના હકારાત્મક અભિગમ અને પરિણામલક્ષી કામગીરી માટે સૌ ખેલાડીઓ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ પ્રસંગે ડાંગ ભાજપ મહામંત્રી હરિરામભાઈ સાવંત, આહવા મંડલ મહામંત્રી સતિષભાઈ સૈદાને, જિલ્લા યુવા મોર્ચા મહામંત્રી નરેશભાઈ ભોયે અને આઝાદસિંહ બઘેલ સહિત યુવા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...