વઘઈ તાલુકાનાં સાકરપાતળ ખાતે મહંત સાધ્વી યશોદા દીદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

વઘઈ તાલુકાનાં સાકરપાતળ ખાતે મહંત સાધ્વી યશોદા દીદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સાકરપાતળ ગામ ખાતે ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં અતિથિ મહેમાન તરીકે મહંત સાધ્વી યશોદા દીદી (વૈદહી સંસ્કારધામ શિવારીમાળ ) ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામ ખાતે જનજાતિ ગૌરવ દિન સમિતિ સાકરપાતળ દ્વારા 17મી નવેમ્બરના દીને ક્રાંતિવીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજંયતિ ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ ભગવાન બિરસામુંડા સર્કલનું અનાવરણ કાર્યક્રમ અતિથિ વિશેષ મહંત સાધ્વી યશોદા દીદી ( વૈદહી સંસ્કાર ધામ-શિવારીમાળ )ના હસ્તે કરવામાં આવ્યું હતુ.આ ઉજવણી કાર્યક્રમમાં પૂ.રામસ્વરૂપ બ્રહ્મચારી મહારાજ ઉજ્જૈન, ડૉ.ભગુભાઈ રાઉત પ્રાચાર્ય વઘઇ તાલીમ ભવન, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઇ ગાવિત,આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ વઘઇના રિતેશભાઈ પટેલ ટ્રસ્ટ વઘઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાકરપાતળ મંડળના પ્રમુખ રાહુલભાઇ વરઠા,અને મણીરામભાઈ ભોયે,શિવદાસભાઈ જાદવ તથા આદિવાસી સમાજનાં આગેવાનો,યુવાનો, ડાંગ જિલ્લાનાં ભગતો તેમજ વિવિધ સંપ્રદાયના આગેવાનો સહિત 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા..

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...