બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહિલા એ 181 ની મદદ માંગતા જણાવ્યુ હતું
ગત રોજ બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહિલા એ 181 ની મદદ માંગતા જણાવ્યુ હતું કે મારા દિયર નશો કરી ઝઘડા કરે છે અને ઘરમાંથી કાઢી મૂકે છે.
ત્યાર બાદ 181 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી પીડિત મહિલા નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળે છે કે મહિલા ના પતિનું આઠ વર્ષ પહેલાં અવસાન થયેલ. મહિલા બંને દિકરીઓ સાથે સાસરીમાં રહે છે. મહિલા ઘરકામ કરે છે અને છૂટક મજૂરી પણ કરે છે. જેનાથી તેમનું ઘર ચાલે છે અને બંને દીકરીઓની જરૂરિયાત પૂરી કરે છે અને નાની દીકરી ને ભણાવે છે. મહિલાના દિયર નશો કરી ને કાયમ ઝઘડા કરે છે. લાકડી લઈ ને મારવા દોડે છે. મહિલાને ઘરમાં રહેવાની ના પાડે છે મહિલાને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તેથી 181 ની મદદ માંગી. 181 ટીમ દ્વારા બંને પક્ષોની વિગત જાણી દિયર ને સમજાવ્યા કે ઘરમાં તમારા સિવાય બીજા કોઈ પુરુષ નથી. તમે તમારી માતા, ભાભી અને ભાઈની દીકરીનું ધ્યાન રાખી શકો છો. તેના બદલે નશો કરી ઘર ના સભ્યો ને હેરાન કરો છો. તે યોગ્ય નથી. ઘર ના મોભી તરીકે તેમની રક્ષા કરવી કે જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી તમારી હોય છે પરંતુ તમારી જવાબદારી તમે ભૂલો છો. તમારા જેટલો જ તમારા ભાભી અને દીકરીઓને ઘરમાં રહેવાનો અધિકાર છે. તેઓ પોતે મહેનત કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે માટે તેમને હેરાનગતિ કરવી નહીં કે ઘરમાંથી નીકળવાનું કહેવું નહીં કે મારપીટ કરવાનો પ્રયાસ કરવો નહીં. આમ બંને પક્ષો ને સમજાવી સમાધાન કરાવેલ છે.

Comments
Post a Comment