નવરાત્રી મહોત્સવ દરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબરની માહિતી આપતી 181 અભયમ ટીમ બારડોલી
નવરાત્રી મહોત્સવ દરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબરની માહિતી આપતી 181 અભયમ ટીમ બારડોલી
ગુજરાત સરકારે મહિલાઓ પર થતી તમામ પ્રકારની હિંસા, દૂર વ્યવહાર, છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સિલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે 181 અભયમ યોજના શરૂ કરેલ છે બારડોલી માં અલગ અલગ નવરાત્રી મહોત્સવના સ્થળે જઈ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો. નવરાત્રી ના તહેવાર દરમ્યાન મહીલાઓ અને નાની મોટી દીકરીઓ ગરબા રમવા માટે જતી હોય છે ત્યારે તેમની સુરક્ષા જાતે કરી શકે અને તેઓને શું ધ્યાન રાખવાનું તે અંગે 181 ટીમે માહિતી આપતા જણાવેલ કે નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈપણ અજાણી વ્યક્તિસાથે મિત્રતા કરવી નહીં. કોઈ અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ્રિક્સ,પાણી કે અન્ય ખાણીપીણીની ચીજવસ્તુઓ આપે તો લેવું નહીં.મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 એપ્લિકેશન વિશે માહિતી આપી હતી તેમજ જણાવેલ કે જો તમે મિત્રો સાથે ગરબા રમવા જાવ છો તો તમારા પરિવારજનોને તમે કયા સ્થળે ગરબા રમવા જાવ છો અને કોની સાથે રમવા માટે જાવ છો તેમના નામ અને મોબાઈલ નંબર પરિવારને આપીને જાવ. તેમજ મોબાઈલનું લોકેશન ચાલુ રાખો. સોશિયલ મીડિયા પરથી મિત્રો બનાવતા પહેલા ધ્યાન રાખો. ફેક આઈડીથી મિત્રતા કરી અને તમને નુકસાન પહોંચાડી શકે છે.
ગરબા રમતી કોઈપણ મહિલાની સાથે અભદ્ર ટિપ્પણી કે વર્તન કરવું નહીં. મહિલાઓની છેડતી કરવી કે સીટી મારવી તેવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. આવી કોઈ પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગરબાના સ્થળે જવા માટે ભીડભાડવાળો અથવા તો શહેરનો મુખ્ય રોડ હોય તેવો પસંદ કરવો. અંધારા કે જ્યાં લાઈટ ન હોય તેવા શોર્ટકટ રસ્તેથી જવાનું ટાળવું જોઈએ.ફોટો-વીડિયો ઉતારવો તે એક સજાપાત્ર ગુનો છે.કોઈપણ મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો, મોબાઈલ નંબર માગવો, ફોટો-વીડિયો ઉતારવો તે એક સજાપાત્ર ગુનો છે. જો આવું કંઈ જણાય તો તાત્કાલિક 181 સંપર્ક કરવો. કોઈપણ અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળવું જોઈએ.જો કોઈ તકલીફ પડે તો 181 નંબર ડાયલ કરવો. 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલા ઓ ની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે.




Comments
Post a Comment