બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને કામરેજ પોલીસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા મહિલા ને સુરક્ષિત આશ્રય આપવેલ

બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને કામરેજ પોલીસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા મહિલા ને સુરક્ષિત આશ્રય આપવેલ બારડોલી અભયમ રેસ્કયું ટીમ કામરેજ પોલીસ સ્ટેશન પહોચી મહીલા નુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે પીડિતા મહિલા ને તેમના પતિ ખુબજ ત્રાસ આપતા હતા. તેથી તેમના પતિ સાથે રહેવું નથી.જેઓ ને મદદ ની જરૂર હોવાથી સૂરત ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર માં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે
સરદાર ન્યૂઝ-બારડોલી ગઇ તારીખ:-૦૮-૧૦-૨૦૨૪ ના રોજ રાત્રિ ના સમયે કામરેજ પોલીસ સ્ટેશન માંથી 181 અભયમ મહીલા હેલ્પલાઇન માં ફોન કરી માહિતી આપેલ કે એક મહિલા અહીં પોલીસ સ્ટેશન આવેલ છે.પીડિતા મહિલા ને તેમના પતિ ખુબ જ શારીરિક - માનસિક ત્રાસ આપે છે તેથી તેવો ધરે થી એકલા નીકળી આવ્યા છે.પીડિતા મહીલાનું કાઉન્સેલિંગ કરવા માટે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે. જેના પગલે 181 ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચોધરી પ્રિયંકાબેન પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલા ની મદદ માટે દોડી ગયા હતા.પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમણે પ્રેમ લગ્ન કરેલ છે અને તેમના પતિના આ બીજા લગ્ન છે.તેમના પતિના પહેલા લગ્ન થી બે બાળકો છે.એ હાલ તેમની સાથે જ રહે છે.પીડિતા મહિલા તેમના પતિ અને બે બાળકો સાથે રાજી ખુશી રહેતા હતા.પરંતુ પીડિતા મહિલા ના પતિ હજૂ પણ તેમની પહેલી પત્નિ સાથે ફોન પર વાતચીત કરતા હતા. એ બાબત ને લઈ પીડિતા મહિલા ના તેમના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા.તેમજ પીડિતા મહિલાના પતિ નોકરી માં પૂરતું ધ્યાન આપતા નથી અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પૂરું પાડતા નથી.પીડિત મહિલા પોતે બહાર જઈને કામ કરવાનું કહેતો તેમને ઘરની બહાર જવાની ના પાડે છે અને પીડિતા ના પતિ તેમની ઉપર ખોટી શંકાઓ રાખી વારંવાર ઝઘડો કરતા હતા.પીડિતાને તેમના પતિની પહેલી પત્નિ ના બાળકો પણ ખુબ જ માનસિક ત્રાસ આપતા હતા.આજ રોજ પીડિતા ના પતિએ તેમને મારપીટ કરેલ અને મારી નાખવાની ધમકી આપેલ તેથી પીડિતા ગભરાઈ ગયા હતા તેથી તેમના પતિને જાણ નો થાય એ રીતે ઘરે થી એકલાં નીકળી આવ્યાં હતાં.પીડિતા એ પ્રેમ લગ્ન કર્યા હતા તેથી પિયરપક્ષ ના સભ્યો એ તેમની સાથે તમામ સંબંધો તોડી નાખ્યાં હતા.તેથી હાલ પીડિતા તેમના સાસરી કે પિયર માં રહેવાં જવાં માંગતા નો હતાં. 181 ટીમ દ્વારા પીડિતા અસરકારક કાઉન્સેલિંગ કરેલ ત્યારબાદ પીડિતા મહીલા ને કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપેલ.પીડિતા મહિલા ને હાલ આશ્રય તથા લાંબાગાળાના કાઉન્સિલિંગ ની જરૂર હોય જેથી પીડિતા મહિલાને સૂરત ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર માં સુરક્ષિત આશ્રય આપવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...