Posts

Showing posts from October, 2024

બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહિલા એ 181 ની મદદ માંગતા જણાવ્યુ હતું

Image
ગત રોજ બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહિલા એ 181 ની મદદ માંગતા જણાવ્યુ હતું કે મારા દિયર નશો કરી ઝઘડા કરે છે અને ઘરમાંથી કાઢી મૂકે છે. ત્યાર બાદ 181 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી પીડિત મહિલા નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળે છે કે મહિલા ના પતિનું આઠ વર્ષ પહેલાં અવસાન થયેલ. મહિલા બંને દિકરીઓ સાથે સાસરીમાં રહે છે. મહિલા ઘરકામ કરે છે અને છૂટક મજૂરી પણ કરે છે. જેનાથી તેમનું ઘર ચાલે છે અને બંને દીકરીઓની જરૂરિયાત પૂરી કરે છે અને નાની દીકરી ને ભણાવે છે. મહિલાના દિયર નશો કરી ને કાયમ ઝઘડા કરે છે. લાકડી લઈ ને મારવા દોડે છે. મહિલાને ઘરમાં રહેવાની ના પાડે છે મહિલાને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તેથી 181 ની મદદ માંગી. 181 ટીમ દ્વારા બંને પક્ષોની વિગત જાણી દિયર ને સમજાવ્યા કે ઘરમાં તમારા સિવાય બીજા કોઈ પુરુષ નથી. તમે તમારી માતા, ભાભી અને ભાઈની દીકરીનું ધ્યાન રાખી શકો છો. તેના બદલે નશો કરી ઘર ના સભ્યો ને હેરાન કરો છો. તે યોગ્ય નથી. ઘર ના મોભી તરીકે તેમની રક્ષા કરવી કે જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી તમારી હોય છે પરંતુ તમારી જવાબદારી તમે ભૂલો છો. તમારા જેટલો જ તમારા ભાભી અને દીકરીઓને ઘરમાં રહેવા...

શંકાશીલ પતિના મનમાંથી શંકા નો કીડો દૂર કરી. પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

Image
શંકાશીલ પતિના મનમાંથી શંકા નો કીડો દૂર કરી. પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ 181 દ્રારા વ્યસની પતિ ને કાયદાનું ભાન કરાવ્યુ ગુજરાત સરકાર મહિલાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે તેનું જ્વલંત ઉદાહરણ સૂરત જિલ્લા ખાતે આવેલ બારડોલી 181 અભયમ ટીમે પૂરું પાડ્યું છે. પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી એક પીડીતા મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ ખોટી શંકા કરી વારંવાર ઝઘડા કરે છે. તેમજ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ શારીરિક - માનસિક ત્રાસ આપે છે. તેથી 181ની મદદની જરૂર છે. જેના પગલે 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલા ની મદદ માટે દોડી ગયા હતા. પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમના લગ્નને 12 વર્ષ જેટલો સમયગાળો થયો છે. સંતાનમાં 3 બાળકો છે. પીડિતા મહીલા તેમના સાસુ સાથે સયુંક્ત કુટુંબમાં રહે છે. પીડિતા મહિલાના પતિ છેલ્લા દસ વર્ષથી અવાર-નવાર ઝઘડો કરી ને તેમને હેરાન કરે છે. પીડિતા મહ...

મહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ" બારડોલી ટીમે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં જઈને 181 અભયમ મહીલા હેલ્પલાઈન અંગેની માહિતી આપી

Image
"મહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ" બારડોલી ટીમે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં જઈને 181 અભયમ મહીલા હેલ્પલાઈન અંગેની માહિતી આપી 181 કામગીરી અંગે વધુ જાગૃતિ ફેલાવી : ઘરેલું હિંસા, છેડતી, જાતિય સતામણીના બનાવોમાં મદદે પહોંચે છે 181 ગુજરાત સરકારે મહિલાઓ પર થતી તમામ પ્રકારની હિંસા, દૂર વ્યવહાર, છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સિલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે 181 અભયમ યોજના શરૂ કરેલ છે 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.181 અભયમ ટીમ ના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ, મહિલા પોલીસ કોન્સટેબલ ચૌધરી પ્રિયંકાબેન, ચૌધરી શ્રેયાબેન, ચૌધરી ભાવનાબેન , પાયલોટ શેખ અકરમભાઈ, પટેલ ધર્મેશભાઈ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર સાથે સંકલનમાં રહીને 181 મહિલા હેલ્પલાઇનની માહિતી વધુ માં વધુ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલાઓએ પોતાની આત્મસુરક...

નવરાત્રી મહોત્સવ દરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબરની માહિતી આપતી 181 અભયમ ટીમ બારડોલી

Image
નવરાત્રી મહોત્સવ દરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબરની માહિતી આપતી 181 અભયમ ટીમ બારડોલી ગુજરાત સરકારે મહિલાઓ પર થતી તમામ પ્રકારની હિંસા, દૂર વ્યવહાર, છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સિલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે 181 અભયમ યોજના શરૂ કરેલ છે બારડોલી માં અલગ અલગ નવરાત્રી મહોત્સવના સ્થળે જઈ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો. નવરાત્રી ના તહેવાર દરમ્યાન મહીલાઓ અને નાની મોટી દીકરીઓ ગરબા રમવા માટે જતી હોય છે ત્યારે તેમની સુરક્ષા જાતે કરી શકે અને તેઓને શું ધ્યાન રાખવાનું તે અંગે 181 ટીમે માહિતી આપતા જણાવેલ કે નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈપણ અજાણી વ્યક્તિસાથે મિત્રતા કરવી નહીં. કોઈ અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ્રિક્સ,પાણી કે અન્ય ખાણીપીણીની ચીજવસ્તુઓ આપે તો લેવું નહીં.મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 એપ્લિકેશન વિશે માહિતી આપી હતી તેમજ જણાવેલ કે જો તમે મિત્રો સાથે ગરબા રમવા જાવ છો તો તમારા પરિવારજનોને તમે કયા સ્થળે ગરબ...

બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને કામરેજ પોલીસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા મહિલા ને સુરક્ષિત આશ્રય આપવેલ

Image
બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને કામરેજ પોલીસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા મહિલા ને સુરક્ષિત આશ્રય આપવેલ બારડોલી અભયમ રેસ્કયું ટીમ કામરેજ પોલીસ સ્ટેશન પહોચી મહીલા નુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે પીડિતા મહિલા ને તેમના પતિ ખુબજ ત્રાસ આપતા હતા. તેથી તેમના પતિ સાથે રહેવું નથી.જેઓ ને મદદ ની જરૂર હોવાથી સૂરત ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર માં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે સરદાર ન્યૂઝ-બારડોલી ગઇ તારીખ:-૦૮-૧૦-૨૦૨૪ ના રોજ રાત્રિ ના સમયે કામરેજ પોલીસ સ્ટેશન માંથી 181 અભયમ મહીલા હેલ્પલાઇન માં ફોન કરી માહિતી આપેલ કે એક મહિલા અહીં પોલીસ સ્ટેશન આવેલ છે.પીડિતા મહિલા ને તેમના પતિ ખુબ જ શારીરિક - માનસિક ત્રાસ આપે છે તેથી તેવો ધરે થી એકલા નીકળી આવ્યા છે.પીડિતા મહીલાનું કાઉન્સેલિંગ કરવા માટે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે. જેના પગલે 181 ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચોધરી પ્રિયંકાબેન પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલા ની મદદ માટે દોડી ગયા હતા.પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમણે પ્રેમ લગ્ન કરેલ છે અને ત...

ડાંગ જિલ્લામા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરતુ માર્ગ-મકાન વિભાગ

Image
વઘઇથી સાપુતારા રોડનુ રિપેરીંગ કામ શરૂ કરાયુ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓનુ સમારકામ શરૂ કરાયુ છે. વઘઇથી સાપુતારા રોડ SH-15 કે જે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થવા પામ્યો હતો, તેના પેચવર્કનુ કામ હાથ ધરવામા આવ્યુ છે. ડાંગ જિલ્લામાંથી ટ્રાન્સપોર્ટ, ટેમ્પો ટ્રાવેલર, તેમજ પ્રવાસ અર્થે પસાર થનાર રોજબરોજના વાહનચાલકોને ધ્યાને લઇ, વઘઇથી સાપુતારા ૪૨.૩ કીમી રોડ તાત્કાલિક અસરથી પૂર્વવત કરવા માટે, રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એમ.આર.પટેલ તેમજ તેઓની ટીમ દ્વાર ખડેપગે આ કામગીરી હાથ ધરવામા આવી છે. આ અગાઉ રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ચોમાસામા ક્ષતિગ્રસ્ત થયેલ ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧.૨ કી.મીના રસ્તાનુ મેટલ પેચવર્ક પુર્ણ કરવાની સાથે, ડામર સમારકામની કામગીરી શરૂ કરાતા લોકોને આંશિક રાહત થવા પામી છે.

સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ

Image
‘ સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને વઘઇમાં 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાનનુ આહવાન કર્યું છે. સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે, તારીખ ૨જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમા ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને, સ્વચ્છતા અભિયાન અંતર્ગત વઘઇ ગોળ સર્કલ પાસે સ્વચ્છતા કાર્યક્રમમા શ્રમદાન બાદ, કૃષિ પોલિટેકનીક કોલેજ ખાતે આયોજિત એક કાર્યક્રમમા, રાષ્ટ્રપિતા પૂ.બાપુની ૧૫૫મી જન્મ જયંતિના ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણી સાથે ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂ.બાપુએ, ભારત દેશ...

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોટડા ગોધરા માં બી-ફોર નવરાત્રી યોજાઈ

Image
પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોટડા ગોધરા માં બી-ફોર નવરાત્રી યોજાઈ સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ તારીખ 1/10/2024 ના રોજ પંચશીલા આર્ટ્સ સાયન્સ કોલેજ કોટડા ગોધરા માં બી - ફોર નવરાત્રી યોજાઈ કોલેજના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત નવરાત્રીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌપ્રથમ માઁ અંબાની આરતી ઉતારી અને ગરબાના તાલે તમામ વિદ્યાર્થીઓ ગુમ્યા હતા. તારીખ 3/10/24 થી માઁ અંબાની આસો નવરાત્રી ચાલુ થતી હોવાથી વિદ્યાર્થીઓમાં એક આસ્થા અને આપણી પરંપરાગત સંસ્કૃતિ જળવાઈ રહે તે સંદર્ભે પંચશીલ કોલેજ કોટડા દ્વારા બી-ફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગના વિદ્યાર્થીઓ સહભાગી થયા અને સ્ટાફ પણ શક્તિની આરાધના કરી ગરબે ગુમ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનો ઉત્સાહ ખૂબ જ અનેરો હતો. સાંસ્કૃતિક વિભાગના કોર્ડીનેટર પ્રોફેસર પ્રતિકકુમાર શ્રીમાળી સહ કૉ - ઓર્ડીનેટર પ્રા.પારૂલબેન પટેલ અને કોલેજ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો.વિનોદભાઇ પટેલીઆ તેમજ તમામ નોન ટીચિંગ સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સહભાગી થયા હતા.