આહવા ખાતે કાર્યરત કરાયેલા 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લેવા કરાયો અનુરોધ
ચુનાવ કા પર્વ : દેશ કા ગર્વ
આહવા ખાતે કાર્યરત કરાયેલા 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લેવા કરાયો અનુરોધ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
૨૬-વલસાડ (એસ.ટી.) લોકસભા મતદાર વિભાગ અંતર્ગત આવતી ૧૭૩-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતદાર વિભાગની રસપ્રદ માહિતી સાથે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે 'મીડિયા સેન્ટર' કાર્યાન્વિત કરાયુ છે.
ડાંગ જિલ્લાના પ્રજાજનો, મીડિયાકર્મીઓ, અભ્યાસુ, જિજ્ઞાસુઓ, સહિત ચૂંટણીલક્ષી જાણકારી મેળવવા ઇચ્છતા પ્રબુદ્ધ નાગરિકોને આ 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લેવા જિલ્લા ચૂંટણી તંત્રે અનુરોધ કર્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, જિલ્લા માહિતી કચેરી (પી.ડબ્લ્યુ.ડી. કોલોની, ચિલ્ડ્રન હોમની બાજુમાં), આહવા ખાતે સમય : સવારે ૧૦:૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી
(જાહેર રજાના દિવસે મીડિયા સેન્ટર બન્ધ રહેશે) પ્રજાજનો આ 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લઈ, ડાંગ જિલ્લાની ચૂંટણીલક્ષી જાણકારી મેળવી શકે છે.

Comments
Post a Comment