ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજનિયુકત પોલીંગ અને પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજનિયુકત પોલીંગ અને પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ જિલ્લામાં કુલ ૧૫૮૦ કર્મીઓ થયા તાલીમબદ્ધ ચૂંટણી પ્રક્રિયા તેમજ EVM મશીનના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન તેમજ વિવિધલક્ષી કામગીરીથી સુસજ્જ કરાયા લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે સુનિશ્વિત કરાયેલી કામગીરીના ભાગરૂપે, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મહેશ પટેલ, તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાના માર્ગદર્શન હેઠળ, ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને તારીખ ૩૧ મી માર્ચ, અને ૧ લી એપ્રિલ, ૨૦૨૪નાં રોજ, સરકારી વાણિજ્ય કોલેજ-આહવા ખાતે તબક્કાવાર જરૂરી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૯૫ પ્રિસાઇડીંગ ઓફિસર, ૩૯૫ પોલિંગ ઓફિસરો વન, ૧૨૭ પોલિંગ ઓફિસર, ૨૬૮ ફિમેલ પોલિંગ ઓફિસર, ૩૯૫ લેડી પોલિંગ ઓફિસર મળી કુલ ૧૫૮૦ કર્મીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે, અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, સંપૂર્ણ મતદાન પ્રક્રિયા, જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે તાલીમ વર્ગોની જાત મુલાકાત લઇ, પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી, ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા તમામ ઓફિસરોને માર્ગદર્શિત કર્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...