Posts

Showing posts from April, 2024

ડાંગ જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

Image
ડાંગ જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલના નેતૃત્વમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ અને સિગ્નેચર કેમ્પેઇન સહિતના કાર્યક્રમો યોજાયા - લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો સાથે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલના નેતૃત્વમાં, ડાંગ જિલ્લા સેવા સદન ખાતે 'મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ' અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ અને સિગ્નેચર કેમ્પેઇન સહિતના કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે સિગ્નેચર કેમ્પેઇનના હું મતદાન અવશ્ય કરીશની નેમ સાથે સિગ્નેચર કેમ્પેઇનમા ભાગ લઇ, અન્...

વઘઇ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડને જોડતા ખાપરી અને પૂર્ણા રિવર બ્રિજ વધુ ૬૦ દિવસો માટે ભારે વાહનો માટે બંધ કરાયો

Image
વઘઇ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડને જોડતા ખાપરી અને પૂર્ણા રિવર બ્રિજ વધુ ૬૦ દિવસો માટે ભારે વાહનો માટે બંધ કરાયો સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ વઘઇ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડ ઉપર આવતી ખાપરી અને પૂર્ણા નદી ઉપરનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજખ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ ૧૦ મેટ્રિક ટનથી વધુનાખ ભારે વાહનો માટે બંધ કરવામા આવ્યો છે. આ અંગેના જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, હાલ સદર બ્રિજ રીપેરીંગ માટેની કામગીરી પ્રક્રિયા હેઠળ છે. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાતા વઘઇ–પીંપરી-કાલીબેલ-ભેસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયુ છે. આ બાબતે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. બી. ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.ક આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલી...

આહવા ખાતે કાર્યરત કરાયેલા 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લેવા કરાયો અનુરોધ

Image
ચુનાવ કા પર્વ : દેશ કા ગર્વ આહવા ખાતે કાર્યરત કરાયેલા 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લેવા કરાયો અનુરોધ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ૨૬-વલસાડ (એસ.ટી.) લોકસભા મતદાર વિભાગ અંતર્ગત આવતી ૧૭૩-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતદાર વિભાગની રસપ્રદ માહિતી સાથે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે 'મીડિયા સેન્ટર' કાર્યાન્વિત કરાયુ છે. ડાંગ જિલ્લાના પ્રજાજનો, મીડિયાકર્મીઓ, અભ્યાસુ, જિજ્ઞાસુઓ, સહિત ચૂંટણીલક્ષી જાણકારી મેળવવા ઇચ્છતા પ્રબુદ્ધ નાગરિકોને આ 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લેવા જિલ્લા ચૂંટણી તંત્રે અનુરોધ કર્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, જિલ્લા માહિતી કચેરી (પી.ડબ્લ્યુ.ડી. કોલોની, ચિલ્ડ્રન હોમની બાજુમાં), આહવા ખાતે સમય : સવારે ૧૦:૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી (જાહેર રજાના દિવસે મીડિયા સેન્ટર બન્ધ રહેશે) પ્રજાજનો આ 'મીડિયા સેન્ટર' ની મુલાકાત લઈ, ડાંગ જિલ્લાની ચૂંટણીલક્ષી જાણકારી મેળવી શકે છે.

ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજનિયુકત પોલીંગ અને પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

Image
ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજનિયુકત પોલીંગ અને પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ જિલ્લામાં કુલ ૧૫૮૦ કર્મીઓ થયા તાલીમબદ્ધ ચૂંટણી પ્રક્રિયા તેમજ EVM મશીનના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન તેમજ વિવિધલક્ષી કામગીરીથી સુસજ્જ કરાયા લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે સુનિશ્વિત કરાયેલી કામગીરીના ભાગરૂપે, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મહેશ પટેલ, તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાના માર્ગદર્શન હેઠળ, ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને તારીખ ૩૧ મી માર્ચ, અને ૧ લી એપ્રિલ, ૨૦૨૪નાં રોજ, સરકારી વાણિજ્ય કોલેજ-આહવા ખાતે તબક્કાવાર જરૂરી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૯૫ પ્રિસાઇડીંગ ઓફિસર, ૩૯૫ પોલિંગ ઓફિસરો વન, ૧૨૭ પોલિંગ ઓફિસર, ૨૬૮ ફિમેલ પોલિંગ ઓફિસર, ૩૯૫ લેડી પોલિંગ ઓફિસર મળી ...

મહારાસ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામાં કાર્યરત કરાઇ ૧૩ જેટલી ચેકપોસ્ટ

Image
‘લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪, જિલ્લો ડાંગ’ મહારાસ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામાં કાર્યરત કરાઇ ૧૩ જેટલી ચેકપોસ્ટ ન્યાયી, પારદર્શક, અને તટસ્થ ચૂંટણી માટે પ્રતિબદ્ધ ડાંગ જિલ્લાનું ચૂંટણી તંત્ર સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રે ૧૩ જેટલી ચેકપોસ્ટ શરૂ કરી ન્યાયી, પારદર્શક, અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલની રાહબરી હેઠળ, અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાના માર્ગદર્શન હેઠળ, તથા કાયદો અને વ્યવસ્થાના નોડલ ઓફિસર-વ-નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ અને તેમની ફરજ પરસ્ત ટીમ દ્વારા, મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી સરહદ પર, દસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવાની સાથે, ત્રણ જેટલી આંતર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ પણ કાર્યાવિન્ત કરી ચૂંટણીલક્ષી ચેંકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલેખનિય છે કે, ડાંગ જિલ્લો ત્રણ તરફ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે જોડાયેલો છે. જેથી અહી મહારાષ્ટ્રના નવાપુરની સરહદે (૧) જામાલા ચેકપોસ્ટ, સાકરીની સરહદે (...

આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી શ્રી મહેશ પટેલ

Image
આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી શ્રી મહેશ પટેલ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ૨૬-વલસાડ (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર હેઠળના, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લઇ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે, ફરજ નિયુક્ત કર્મચારી/અધિકારીઓને પ્રોત્સાહિત કરી સમયબદ્ધ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતુ. ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરના માધ્યમથી જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો ડિસ્પ્લે કરી, લોકશાહીના અવસરમા પ્રજાજનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, તેમ જણાવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ, ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન સૂક્ષ્મ માહિતી મેળવવા વધુમા વધુ લોકોને મીડિયા સેન્ટરની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ સાથે જિલ્લા સેવા સદન ખાતે શરૂ કરાયેલા MCMC સેન્ટરના માધ્યમથી મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરિંગની ચાલી રહેલી કામગીરી અંગે પણ તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીની આ મુલાકાત વેળા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, પ્રા...