ડાંગ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર ૧ (એક) માસના સમયમા CCTV કેમેરા લગાવવા અંગે ડાંગ કલેક્ટરશ્રીનું જાહેરનામુ
ડાંગ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર ૧ (એક) માસના સમયમા CCTV કેમેરા લગાવવા અંગે ડાંગ કલેક્ટરશ્રીનું જાહેરનામુ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR), ભારત સરકારના સૂચન મુજબ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને ફેબ્રુઆરી-૨૦૨૧ માં બાળકોમાં ડ્રગ્સ અને સબસ્ટન્સ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા પર એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
સબબ, ડાંગ જિલ્લાના જે મેડિકલ/ફાર્મસી સ્ટોર કે જ્યા ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઈઓ મુજબ scheduled H, H1 & X drugs નું વેચાણ કરવામાં આવે છે, તે તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા Code of Criminal Procedure-133 હેઠળ હુકમ કરવા સૂચના આપવામાં આવી છે
જે અન્વયે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મહેશ પટેલ દ્વારા પણ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૩૩ મુજબ તારીખ ૬ જાન્યુઆરીના રોજ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
આ જાહેરનામા/હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. તેમ પણ વધુમાં જણાવાયું છે.

Comments
Post a Comment