ડાંગ જિલ્લાના પિંપરી તથા જામલાપાડા ગામે કુલ રૂ.૧૬૪.૪૬ લાખની કિંમતના બે પશુ ઉત્પાદન કેન્દ્રનું ભૂમિપુજન કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
ડાંગ જિલ્લાના પિંપરી તથા જામલાપાડા ગામે કુલ રૂ.૧૬૪.૪૬ લાખની કિંમતના બે પશુ ઉત્પાદન કેન્દ્રનું ભૂમિપુજન કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લાના પશુપાલકોને ઘર આંગણે જ પશુ દવાખાનાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે, આહવા તાલુકાના જામલાપાડા તથા પિંપરી ગામે સૂચિત પશુ ઉત્પાદક કેન્દ્ર તથા કંપાઉન્ડ વોલના કામનું ભૂમિપૂજન, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે કર્યું હતું.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૮૮.૩૧ લાખના ખર્ચે પિંપરી ખાતે, તથા રૂ. ૭૬.૧૫ લાખના ખર્ચે જામલાપાડા ખાતે પશુ ઉત્પાદન કેન્દ્ર તૈયાર થઈ રહ્યું છે.
ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ આદિજાતિ જનસંખ્યા ધરાવે છે. વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ ગુજરાતની કુલ ૬૦૪.૪૦ લાખની વસ્તી સામે, રાજ્યના આદિજાતિ સમાજની વસ્તી ૮૭.૧૭ લાખ છે. જે ગુજરાતની ૧૪.૭૫ ટકા વસ્તી થવા જાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતની શાસનધૂરા સંભાળી ત્યારે તેમણે સી.એમ. એટલે કે (ચીફ મિનિસ્ટર) મુખ્યમંત્રી તરીકે નહીં, પણ સી.એમ. એટલે કે કોમન મેન તરીકે, છેવાડાના માનવીની વેદનાને સમજીને, અંતરિયાળ વિસ્તારના માનવીની જરૂરિયાતો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારથી લઈને જદિન સુધીના બે દાયકામાં, આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા ઉપરાંતની બજેટ ફાળવણી સાથે, આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસના ભાગીરથ પ્રયાસો હાથ ધરાયા છે, તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, પશુપાલન કેન્દ્રોના ભૂમિપૂજન બાદ, એક ટેલીફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું.

Comments
Post a Comment