રૂ.૨૮૨.૪૯ લાખની કિંમતના છ જેટલા અંતરિયાળ માર્ગોના નવિનિકરણના કાર્યોનું ભૂમિપુજન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ

રૂ.૨૮૨.૪૯ લાખની કિંમતના છ જેટલા અંતરિયાળ માર્ગોના નવિનિકરણના કાર્યોનું ભૂમિપુજન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આદિવાસી વિસ્તારમાં રહેતા આદિજાતિ પરિવારો સુખી, શિક્ષિત, સ્વસ્થ, અને આર્થિક રીતે સમૃદ્ધ બને, તેમને ઘર આંગણે જ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને કાર્યરત ગુજરાત અને ભારતની ડબલ એન્જિન સરકારે, વિકાસની રફતારને ગતિ મળી રહે તે માટે માર્ગોના વિકાસ ઉપર લક્ષ કેન્દ્રિત કર્યું છે, તેમ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના માર્ગોનું ભૂમિપુંજન કરતાં જણાવ્યુ હતું. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ માર્ગોના નવિનિકરણને પ્રાધાન્ય આપતા ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ધારાસભ્યશ્રીએ, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના (૧) ગલકુંડ-પાયરપાડા-જામદર રોડ (રૂ.૭૫ લાખ), (૨) ચિંચપાડા (ગલકુંડ) વિ.એ.રોડ (રૂ.૨૦ લાખ), (૩) દાવડહાડ વિ.એ.રોડ (રૂ.૩૦ લાખ), (૪) ચિંચલી વિ.એ.રોડ (રૂ.૨૫ લાખ), (૫) હનવંતપાડા (ચિંચલી) વિ.એ.રોડ (રૂ.૩૫ લાખ), તથા (૬) જવતાળા-પાંડવા રોડ (રૂ. ૯૪.૪૯/- લાખ), મળી કુલ રૂ.૨૮૨.૪૯ લાખની કિંમતના, છ જેટલા અંતરિયાળ માર્ગોના નવિનિકરણના કાર્યોનું ભૂમિપુજન કર્યું હતું. દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોના સર્વાંગિણ વિકાસનો આધાર માર્ગો જ છે, તેમ જણાવતા ધારાસભ્યશ્રીએ, તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કુલ રૂપિયા ૩૯૭૧.૬૨ લાખની કિંમતના, ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઈના ૧૭ જેટલા માર્ગો મંજૂર કરીને, ડાંગના ગ્રામજનોની લાગણી અને માંગણીને લક્ષમાં લીધી છે તેમ ઉમેર્યું હતું. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે સંપન્ન થયેલી વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ સમિટ દરમિયાન, ગુજરાતમાં રોડ અને રેલ નેટવર્ક ક્ષેત્ર માટે કુલ રૂ. ૭૦ હજાર ૬૨૭ કરોડથી વધુની રકમના ૧૮૧ પ્રોજેકટમાં મૂડી રોકાણ નોંધાયું છે. જે આગામી દિવસોમાં ગુજરાતની કાયાપલટ કરશે, તેમ પણ શ્રી વિજયભાઈ પટેલે એક ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યુ હતું.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...