આહવા ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ

૭૫મો પ્રજાસત્તાક દિવસ, જિલ્લો ડાંગ આહવા ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કરાયુ ધ્વજવંદન પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ભાગિદારી નોંધાવવા માટે સૌને કરાયુ આહ્વાન જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માન સહિત સેવાભાવીઓનું પણ કરાયુ અભિવાદન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શિસ્તબદ્ધ પરેડ, અને માહિતીપ્રદ ટેબ્લોઝની કરાઇ રજુઆત રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આહવાના ફલક પર લહેરાવી, બા અદબ સલામી આપ્યા બાદ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ, તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકારવતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી, ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ ભારતવર્ષનું ગૌરવગાન કરતા 'મેરે ભારત કી મહિમા તો, સભી દેવો ને માની હે, તભી તો જન્મ લેને કી, ઇસ ભૂમિ પર ઠાની હે' એ પંક્તિઓ સાથે ભારતમાં સદીઓ બાદ જાગેલી નવચેતના જગાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'રામ એક ઉર્જા છે, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે' એ શબ્દોને દોહરાવ્યા હતા.'એક ભારત, એક રાષ્ટ્ર' ના સંકલ્પ સાથે આગળ વધી રહેલા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'ટિમ ગુજરાત' એ પણ વિકસિત ભારત-૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે તેમ, ગુજરાતના વિકાસની ગાથા વર્ણવતા જણાવ્યું હતું.પ્રજાજનોના આશીર્વાદથી છેલ્લા સવા બે દાયકાથી ગુજરાતના વિકાસ થકી ભારતના ભવ્ય અને દિવ્ય નિર્માણ માટે અપ્રતિમ ચેતના જાગી છે ત્યારે, લોકોની અપેક્ષાઓની પૂર્તિ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સરકારના આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ તથા શ્રમ રોજગાર વિભાગના રાજયમંત્રીશ્રીએ, કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 'ઇન્ડેક્સ-એ' ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે તેમ જણાવ્યું હતું. સાથે રાજ્યમાં નાળિયેરના વાવેતરને વધારવા અને તેને સંલગ્ન ઉદ્યોગોના વિકાસ માટે 'ગુજરાત નાળિયેરી વિકાસ મિશન' ની સ્થાપના કરવામાં આવી છે તેમ પણ આ વેળા ઉમેર્યું હતું.ખેતીક્ષેત્રે ડાંગ જિલ્લાને મળેલા પ્રતિષ્ઠિત 'સ્કોચ એવોર્ડ' બાબતે ટિમ ડાંગને અભિનંદન પાઠવતા મંત્રી શ્રી હળપતિએ, ડાંગ જિલ્લામાં આદિજાતિ વિકાસની વિગતો પણ પ્રજાજનો સમક્ષ રજુ કરી હતી. તેમને મહિલા સશક્તિકરણ, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, વન, ગ્રામ વિકાસ, રોજગારી, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જેવા વિવિધ ક્ષેત્રે ડાંગ જિલ્લામાં થયેલા વિકાસની વાતો વર્ણવી, ગુજરાત રાજ્યના 'ધોરડો'ને ટુરિઝમ ક્ષેત્રે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા મળેલા 'બેસ્ટ ટુરિઝમ વિલેજ' એવોર્ડ, અને ગુજરાતમાં સ્થપાનારી એસ.આર.પી. ની મહિલા બટાલિયનનો ઉલ્લેખ કરી, ગુજરાતના 'ત્રિનેત્ર : ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર'ને ભારત સરકારનો 'નેશનલ ઇ-ગવર્નન્સ ગોલ્ડ' એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે તેમ સગર્વ ઉમેર્યું હતું.નવા ભારતના નિર્માણ સાથે 'ઇન્ડિયન પીનલ કોડ'ના સ્થાને હવે 'ભારતીય ન્યાય સંહિતા' ઉપરાંત 'સી.આર.પી.સી.'ના બદલે 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા'ના અમલ સાથે, ભારત સરકારે 'દેશદ્રોહ' જેવા દમનકારી આરોપને નવા કાયદામાંથી દૂર કરાયો છે તેમ પણ મંત્રીશ્રીએ તેમના પ્રજાજોગ વક્તવ્યમાં જણાવ્યું હતું.મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ સત્તા ને જનસેવાનું સાધન ગણવાની સરકારની પ્રતિબદ્ધતા વર્ણવી વંચિતો, યુવાનો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ, અને બાળકોના વિકાસ માટે સતત ચિંતિત અને કાર્યરત સરકારનો અભિગમ સ્પષ્ટ કરી, સૌના સાથ અને સૌના આશીર્વાદથી નિષ્ઠાપૂર્વક આગળ વધી રહેલી ડબલ એન્જીનની સરકારને સતત પ્રજાજનોના આશીર્વાદ મળતો રહે તેવી કામના વ્યક્ત કરી હતી.*મહાનુભાવોની ઉપસ્થિતિ*આહવા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, રાજવીશ્રીઓ, સમાજિક અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ડામોર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હિરલ પટેલ સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ, પ્રજાજનો, વિઘાર્થીઓ, શિક્ષકો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમના ઉદ્‍ધોષક તરીકે સર્વશ્રી વિજયભાઈ ખાંભુ, બીજુબાલા પટેલ, અને સંદીપભાઈ પટેલે સેવા આપી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે મંત્રીશ્રીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાયેલા 'શહીદ સ્મારક' ખાતે વીર શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા. -

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...