વલસાડ/ડાંગ લોકસભા બેઠક ચૂંટણી સંદર્ભે અગત્ય ની બેઠકો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની માં યોજાઈ

વલસાડ/ડાંગ લોકસભા બેઠક ચૂંટણી સંદર્ભે અગત્ય ની બેઠકો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની માં યોજાઈ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ચાર લોકસભા બેઠક ના ક્લસ્ટર પ્રભારી શ્રીમતી ડો. જ્યોતિબેન પંડ્યાજી ની વિષેશ ઉપસ્તીથ રહી અગત્ય ની બેઠકો યોજી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી. આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને, ૪ લોકસભા બેઠક ના ક્લસ્ટર પ્રભારી શ્રીમતી ડો.જ્યોતિબેન પંડ્યા,વલસાડ જિલ્લા ના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ,ડાંગ ના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ,પ્રદેશ ઉપાધ્યક્ષ અને સુરત જિલ્લા ના પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ,વલસાડ/ડાંગ લોકસભા ના ઇન્ચાર્જ શ્રી કરશનભાઇ ટીલવા,સંયોજક ગણેશભાઈ બિરારી,વલસાડ/ડાંગ ના સંસદસભ્ય શ્રી ડો. કે.સી.પટેલ, ડાંગ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવીત ની વિશેષ ઉપસ્તીથી માં વલસાડ કોળી પટેલ સમાજ ની વાડી ખાતે ૨૬ લોકસભા બેઠક,જિલ્લા કારોબારી બેઠક, દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ના "મન કી બાત",જિલ્લા પંચાયત ના સભ્યો સાથે બેઠક તેમજ લોકસભા પ્રબંધક કમિટી ની અગત્ય ની બેઠકો નું આયોજન કરવામાં આવ્યું હતું* *વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી એ બેઠકો માં આગામી વલસાડ/ડાંગ લોકસભા ચૂંટણીમાં પ્રદેશ તરફથી મળતી સૂચનાઓ મુજબ કામે લાગી જવા અને કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું* *રાષ્ટ્રીય મહિલા મોરચા ના ઉપાધ્યક્ષ અને ૪ લોકસભા બેઠક ના ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રીમતી ડો.જ્યોતિબેન પંડ્યા દ્વારા સહુ કાર્યકર્તાઓ ને માર્ગદર્શન પૂરું પાડતા જણાવાયું હતું કે દેશ ના લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં લોકસભા ની ચૂંટણીઓ માં જંગી બહુમતી થી જીતવા નીર્ધાર વ્યકત કર્યા હતો અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી. સી.આર.પાટીલજી ની આગેવાની માં ગુજરાત ની તમામ ૨૬ લોકસભા બેઠકો ૫ લાખ થી વધુ લીડ થી જીતવાના લક્ષ્યાંક પૂરું કરવા કામે લાગી જવા હાંકલ કરી હતી, ૨૬ વલસાડ/ડાંગ લોકસભા બેઠક ની ચૂંટણી લડવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,ડાંગ જિલ્લા ના મહામંત્રીશ્રીઓ શ્રી હરિરામભાઈ સાવંત,શ્રી રાજેશભાઇ ગામીત,નવસારી જિલ્લા ના મહામંત્રી શ્રી ગણપતભાઈ માહલા, વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ,ધરમપુર ના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ના ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરી,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન,વલસાડ,ડાંગ ના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપ સંગઠન,વિવિધ મંડળ ના પ્રમુખ,મહામંત્રીશ્રીઓ,વિવિધ મોરચાના પ્રમુખ,મહામંત્રીશ્રીઓ,જિલ્લા મીડીયા,સોશિયલ મીડીયા,આઈ.ટી. ના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...