વઘઇ અને સુબિર તાલુકામા આન, બાન અને શાન સાથે યોજાયો તાલુકા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ

૭૫મો પ્રજાસત્તાક દિવસ, જિલ્લો ડાંગ વઘઇ અને સુબિર તાલુકામા આન, બાન અને શાન સાથે યોજાયો તાલુકા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ વઘઇ તાલુકાના ખાતળ અને સુબિરના ગવ્હાણ ખાતે પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનો કાર્યક્રમ ખાતળ ગામ ખાતે, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો. જ્યારે સુબિર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગવ્હાણ ગામ ખાતે, સુબિર મામલતદાર શ્રી આર.એમ.મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો. આ વેળા વઘઇ તાલુકાના ખાતળ ગામમા માજી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ સહિતના તાલુકા સદસ્યશ્રીઓ, વઘઇ તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસભાઇ ગંવાદે, નાયબ મામલતદાર શ્રી પ્રકાશભાઇ મહાલા, તેમજ સુબિર તાલુકાના ગવ્હાણ ગામે સુબિર તાલુકા પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત, માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બુધુભાઈ કામડી, સુબિર તાલુકા વિકાસ અધિકારી સુશ્રી પુનમબેન ડામોર સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ, શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. વઘઇ અને સુબિર ખાતે યોજવામા આવેલ તાલુકા કક્ષાના કાર્યક્રમોમા પ્રભાત ફેરી, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેની સમાંતર તાલુકા કક્ષાના આ કાર્યક્રમો આયોજિત કરાયા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...