ડાંગ ભાજપ યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન" યોજાયું

ડાંગ ભાજપ યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન" યોજાયું
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ કુકડનખી ખાતે ભારતીય જનતા યુવા મોરચોનું "નમો નવ મતદાતા સંમેલન" યોજાયું હતું. કોલેજ કેમ્પસમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો, પદાધિકારી અને નવા મતદારો જોડાયા હતા. "રાષ્ટ્રીય મતદાતા દિવસ" નરેન્દ્રભાઇ મોદીએ નવ યુવા મતદાતાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો. જે કાર્યક્રમને પણ આ સંમેલનમાં નિહાળવામાં આવ્યો. ડાંગ ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવીત, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તથા ડાંગ યુવા મોરચા પ્રભારી સુરજભાઈ દેસાઈના અધ્યક્ષતામાં આયોજીત નમો નવ મતદાતા સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો. ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને યુવા વર્ગને સંબોધતા ડાંગ ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યું કે આજનો યુવા ભવિષ્યનો મતદાતા છે, જે આગામી લોકસભાની ચૂંટણીમાં જીત અપાવવા મુખ્ય ભુમિકા ભજવશે. જેથી દરેક યુવાઓએ દેશને મજબુત બનાવે તેવી સરકાર બનાવવા નમો નવ મતદાતા બનવું જોઈએ. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું કે યુવા વર્ગ દેશની આત્મા છે, અને ભાગ્યવિધાતા છે. જેથી યુવાઓ મતદાતા બની લોકશાહીને મજબુત બનાવવી જોઈએ. આ સંમેલનમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ દીપક જાદવ મહામંત્રી આઝાદસિંહ બઘેલ અને નરેશ ભોયે, વઘઈ મંડલ પ્રમુખ પંકજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, વિસ્તારક નિરવ શિંદે, કોલેજના ટ્રસ્ટી શ્યામ માહલા, જિલ્લા મંડલ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તથા યુવાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...