ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ વઘઈ ખાતે સ્વચ્છતા અભિયાનમા જોડાયા

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ વઘઈ ખાતે સ્વચ્છતા અભિયાનમા જોડાયા વઘઈ ખાતે આવેલા ધાર્મિક સ્થળ શ્રી અંબા માતાના મંદિરની સફાઈ હાથ ધરી
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૧/૨૦૨૪ થી તા.૨૨/૧/૨૦૨૪ સુધી, દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાત રાજ્ય પણ વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા.૧૪/૧/૨૦૨૪ થી તા.૨૨/૧/૨૦૨૪ દરમ્યાન વિશેષ સફાઈ અભિયાનનું જન આદોલન હાથ ધરાયુ છે. ત્યારે રાજ્ય મંત્રી વ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા વઘઈ ખાતે શ્રી અંબા માતાજીના મંદિર તેમજ મંદિર પરિસરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રંસગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ઉપ પ્રમુખ શ્રીમતી વનિતાબેન ભોયે, ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.કે.કનુજા સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...