મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા, સુબિર તાલુકામાં પંચાયત વિભાગના રસ્તાઓનું કરાયું ખાતમુહર્ત

મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા, સુબિર તાલુકામાં પંચાયત વિભાગના રસ્તાઓનું કરાયું ખાતમુહર્ત
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ સુબિર ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૧ હજાર ૩૨૧.૬૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ કરાયું ખાતમુહૂર્ત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી, અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા સુબિર ખાતે ડાંગ જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૧ હજાર ૩૨૧.૬૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ ખાતમુહૂર્ત કરાયું હતું. ડાંગ જિલ્લાને વિકસિત જિલ્લો બનાવવા સરકાર સતત ચિંતિત છે. આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં ૧૦૦ કરોડ જેટલાં વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહર્ત કરવામાં આવશે. તેમ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું.આદિવાસી સમાજના લોકો પગભર બને તેમજ લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આદિજાતિ વિભાગ હેઠળ વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકાર આદિવાસીઓના વિકાસ માટે સતત ચિંતિત છે, તેમ પણ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ઘર આંગણે રોજગારી મળે રહે અને જિલ્લાના લોકોનુ સ્થળાંતરણ દુર થાય તે માટે આવનાર દિવસોમાં ઉદ્યોગ સ્થાપવા અંગે વિચારણા ચાલી રહી છે, તેમ પણ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ વધુમાં જણાવ્યું હતું.સુબિર તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીને ધ્યાને લઈ આજરોજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને સુબિર તાલુકાના મહત્વના રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા માટે તાપી નદી આધારિત રૂ. ૮૬૬ કરોડની યોજના મંજુર કરી છે. જેનો ફિલ્ટર પ્લાન્ટ સુબિરમા સ્થાપિત કરવામાં આવશે. તેમજ ડાંગ જિલ્લાની નદીઓમાંથી વહી જતા પાણીને અટકાવવા નદીઓ ઉપર નાના મોટા કુલ ૮૨ કરોડના ખર્ચે ડેમો બનાવવામા આવશે. છેવાડાના માનવી સુધી પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધા મળી રહે તે માટે સરકાર સતત ચિંતિત છે. તેમ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું સુબિર તાલુકો પ્રવાસી સ્થળ હોવાથી અહીં રોડ રસ્તા ખુબ જ મહત્વના છે. જે રસ્તાના ખાતમુહર્તથી જિલ્લામા પ્રવાસને વેગ મળશે, તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને જણાવ્યું હતું.દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, આજે દેશની પરિસ્થિતિ બદલાઈ છે. આજે સુબિર જેવા અંતરિયાળ વિસ્તારમાં છેવાડાનો માનવી સરકારની યોજનાથી વંચિત ના રહી જાય તે માટે સરકાર દ્વારા રોડની કનેક્ટિવિટી પુરી પાડવામા આવી છે. સુબિરને આગવી હરોળમાં લાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રવીનાબેન ગાવિતે જણાવ્યું હતું.સુબિર તાલુકામાં સ્થળાંતરનો પ્રશ્ન દૂર કરવા, સુબિર તાલુકામાં મનરેગા યોજના હેઠળ જમીન સુધારણાના વિવિધ કામો, તેમજ અન્ય યોજનાઓનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે લોકોને અપીલ કરી હતી. સુબિર તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયાના ખર્ચે કુલ રૂપિયા ૧ હજાર ૩૨૧.૬૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ ખાતમુહૂર્ત કરાયુ છે. જેમા એમ.એમ.જી.એસ વાય/ટ્રાઇબલ ૨૦૨૨-૨૦૨૩ રીસરર્ફેસીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ મહાલ સુબિર વારસા રોડ રૂપિયા ૬૨૯.૪૯, સ્ટ્રેન્ધનીંગ એન્ડ રીસરર્ફેસીંગ ઓફ શિંગાણા ધુલ્દા રોડ રૂપિયા ૩૨૩.૭૧, સ્ટ્રેન્ધનીંગ એન્ડ રીસરર્ફેસીંગ ઓફ શેપુઆંબા લહાનઝાડદર, મોટીઝાડદર રોડ રૂપિયા ૧૯૦.૫૦, સ્ટ્રેન્ધનીંગ એન્ડ રીસરર્ફેસીંગ ઓફ કસાડબારી દહેર ઉગા રોડ રૂપિયા ૧૭૭.૯૮ ના ખર્ચે રોડ બનશે. આ તમામ કાર્યોનું આજે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ સહિતના મહાનુભાવોએ ખાતમુહૂર્ત કર્યું હતું.સુબિર ખાતેથી મંજુર થયેલ રસ્તાઓ તાલુકા મથક સુબિર સાથે અગત્યની કનેક્ટવીટી આપશે, લોકોને ધંધાકીય ખેતી વિષયક ગણા લાભો થશે તેમજ શાળામાં ભણતા બાળકો શિક્ષકો તેમજ ૧૦૮ જેવી અગત્યની ઇમરજન્સી સેવાઓ પણ ગામમાં પહોંચી શકશે. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી ચંદરભાઈ ગાવિત, સિંચાઈ સમિતિ અધ્યક્ષ શ્રી હરેશભાઇ બચ્છાવ, સુબિર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી રઘુનાથ સાવળે સહિતના અન્ય તાલુકા સદસ્યોશ્રીઓ, સુબિર તાલુકા શિંગાણા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સુજાતાબેન પવાર, સુબિર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી યોગિતાબેન એસ ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ભાજપા પાર્ટી મહામંત્રી શ્રી રાજુભાઈ ગામિત, શ્રી હરિરામ સાવંત, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ. જી. તબિયાર, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.કે.કનુજા, પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી રાજુભાઈ ચૌધરી, સુબિર ઇન્ચાર્જ મામલતદાર શ્રી આર.એમ.મકવાણા, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી પૂનમ ડામોર, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...