કથિત આયુર્વેદિક સિરપના સેવન સામે સાવચેતી રાખવા ડાંગ પોલીસની પ્રજાજનોને અપીલ
કથિત આયુર્વેદિક સિરપના સેવન સામે સાવચેતી રાખવા ડાંગ પોલીસની પ્રજાજનોને અપીલ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
તાજેતરમાં રાજ્યના ખેડા જિલ્લાનાં બે ગામમાં લગભગ 50 જેટલી વ્યક્તિઓએ કથિત આયુર્વેદિક સિરપ પીધા બાદ, તે પાકી છ લોકોનાં મોત થવાની ઘટના બનવા પામી હતી.
શ્વાસને લગતાં રોગો માટે વપરાતા આયુર્વેદિક સિરપનો ઉપયોગ નશા માટે થયો હોય અથવા એ સિરપમાં ભેળસેળ થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. ત્યારે આવી ધટનાનો શિકાર ડાંગ જિલ્લાની કોઈ પણ વ્યક્તિ ન બને તે માટે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આવા પ્રકારના સિરપનુ કોઈ પણ ઠેકાણે વેચાણ થતુ હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, કે જિલ્લાના કન્ટ્રોલ રૂમ નંબર : 02631-220658 અથવા પોલીસ ઇમરજન્સી નંબર 100, મહિલા સહાય નંબર 181, તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇમ નંબર 1930 ઉપર સંપર્ક સાધવા જાહેર જનતાને અપીલ કરવામા આવી છે.
Comments
Post a Comment