ડાંગ જિલ્લાના સુબિર ગામે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશે યાત્રાની મુલાકાત લીધી
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, જિલ્લો ડાંગ
ડાંગ જિલ્લાના સુબિર ગામે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશે યાત્રાની મુલાકાત લીધી
ડાંગના પ્રજાજનોને ‘વિકસિત ભારત’ નો સંકલ્પ લેવાની સાથે મંત્રીશ્રીએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો હાર્દ સ્પષ્ટ કર્યો
ગત તા.૧૫મી નવેમ્બરથી ડાંગ જિલ્લામાં પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામા ભ્રમણ કરી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમા સુબિર ગામે તા. 1 ડિસેમ્બરના રોજ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચી હતી. જ્યા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ રથનુ પુજન કરી સુબિર તાલુકામા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરાવ્યો હતો. કે
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ માટે હંમેશા સંવેદનાપૂર્વક નિર્ણય લીધા છે. સાથે જ આ સરકાર હંમેશા ગરીબ, વંચિત, યુવાન, મહિલાઓ અને ખેડુતો માટે સતત ચિંતિત છે. જેથી ગ્રામ્ય કક્ષાએ પણ તમામ સરકારી યોજનાઓના લાભ મળે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ લોકોના ઘર આંગણે લાવ્યા છે.વૈશ્વિક સ્તરે ભારતના વધતા ગૌરવનું ગાન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી સોમ પ્રકાશે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' ના સથવારે ગામે ગામ અને ઘરે ઘર સુધી, એક એક લાભાર્થી સુધી યોજનાકિય લાભો પહોંચાડવાનો આયામ સરકારે શરૂ કર્યો છે તેમ કહ્યું હતું. મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા સાથે અન્ય લોકો સુધી પણ સરકારની યોજનાઓ પહોચાડવા માટે આહવાન કર્યુ હતુ.દેશના પ્રત્યેક જરૂરિયાતમંદોનો ઉત્કર્ષ કરતી શ્રેણીબદ્ધ યોજનાઓની જાણકારી સાથે, વડાપ્રધાનશ્રીના સુશાસનનો ઉલ્લેખ કરતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, દેશના પ્રજાજનોની સતત ચિંતા કરતા પ્રધાનમંત્રીશ્રીની લોકકલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ લઇ, સૌનો સાથ-સૌનો વિકાસ સાધવાની હિમાયત કરી હતી.
સુબિરના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી સોમ પ્રકાશ સહિત વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત, ભાજપા સંગઠન પ્રભારી અને સામાજિક કાર્યકર એવા શ્રી રાજેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકરો, સ્વયંસેવકો સહિત સુબિર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી યોગીતાબેન કાગડે, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, યાત્રાના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર શ્રી હિરલ પટેલ, તાલુકા કક્ષાના નોડલ ઓફિસર પુનમ ડામોર, સહિત જુદા જુદા વિભાગ/કચેરીઓના ઉચ્ચાધિકારીઓ/ફરજ પરના કર્મચારીઓ, ગ્રામજનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો હતો. દરમિયાન મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દંડકારણ્યની પાવન ભૂમિ પર આવેલા 'શબરી ધામ' ની પણ મુલાકાત લીધી હતી.
Comments
Post a Comment