ડાંગ જિલ્લા વધઇ પોલીસની પ્રશંસનિય કામગીરી

ડાંગ જિલ્લા વધઇ પોલીસની પ્રશંસનિય કામગીરી 
@સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

વધઇ પોલીસે અસ્થિર મગજના બાળકને ગણતરીના કલાકોમા પરિવાર સાથે મિલન કરાવ્યુ  તા.૩૦-૩૧/૦૫/ર૦૨૩ ના રોજ રાત્રીના બાજગામ તાલુકો વઘઇ જી.ડાંગ ના બસ સ્ટેશન ઉપરથી વઘઇ પો.સ્ટેના 'પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.ચૌધરી, અ.હે.કો.રમેશભાઇ બાળુભાઇ તથા પો.કો વિજયભાઇ યશવંતભાઇ, પો કો. મનહરભાઇ ગંગાભાઇ નાઓને એક બાળક ઉ.વ.આશરે 13 થી 14 વર્ષનો (અસ્થિર મગજનો) ગુમ થયેલ મળી આવતા બાળક અસ્થિર મગજનો હોય તેમજ નામઠામ જણાવતો ન હોય ફકત ડાંગી ભાષા જાણતો હોય વઘઇ પો.સ્ટેના પો.સબ.ઇન્સ. પી.બી.ચૌધરી નાઓએ તેઓના સ્ટાફ સાથે ડાંગ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ડાંગ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.જી.પાટીલ સાહેબના સુચનાથી બાળકના વાલી વારસની તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમા અસ્થિર મગજના બાળકના વાલી વારસને શોધી કાઢી બાળકને તેના વાલી વારસને સુપ્રત કરી પ્રશંસનિય કામીગીરી કરી હતી.

વધઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પો.સ.ઇ. શ્રી પી.બી.ચૌધરી, અ.હે.કો.રમેશભાઇ બાળુભાઇ, સતીષભાઇ દિવાનજીભાઇ (પી.એસ.ઓ), અ.હે.કો. સોમાભાઇ રામુભાઇ (પી.એસ.ઓ.), પો.કો.વિજયભાઇ યશવંતભાઇ, પો.કો.મનહરભાઇ ગંગારામભાઇ દ્વારા આ પ્રશંસનિય કામગીરી કરવામા આવી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...