તા.૩૦ મે ના રોજ કેન્દ્રની ભાજપ સરકાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૯ વર્ષ પૂર્ણ કરશે.

જુન માસમાં વિશેષ સંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના કામો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યકમો યોજાશે
@સરદાર ન્યૂઝ

(પેટા-પ્રદેશ ભાજપ દ્વારા આ કાર્યક્રમની સફળતા માટે સંયોજક-સહ સંયોજક, મિડીયા પ્રભારીઓ,ઇન્ચાર્જ- સહ ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી.)

      આગામી તા.૩૦,મે ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપના શાસન હેઠળ દિલ્હીની કેન્દ્ર સરકાર ૯ વર્ષ પૂર્ણ કરી રહી છે,ત્યારે આખા જુન માસ દરમ્યાન રાજયના જિલ્લાઓમાં
વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત યોજનારા વિવિધ કાર્યક્રમોની  સફળતા માટે પ્રદેશ ભાજપ મોવડી મંડળના સંકલન હેઠળ જિલ્લા-શહેર સંગઠનના પદાધિકારીઓ સહિત ભાજપ મિડીયા કર્મીઓને જુદી-જુદી જવાબદારીઓ સોંપી 
નિમણુંક કરતો પત્ર જારી કર્યો છે.
        પ્રાપ્ત વિગત મુજબ તા.૩૦,મે ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  ભાજપ સરકાર કેન્દ્રમાં ૯ વર્ષ પૂર્ણ કરી રહી છે.આ ખુશીના અવસરે આગામી તા.૩૦ મે થી તા.૩૦ મી જુન સુધી પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા તમામ જિલ્લાઓ,મંડળ,શક્તિ કેન્દ્ર અને બૂથ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન તથા દરેક લોકસભા મતક્ષેત્રોમાં વિશેષ સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર દ્વારા થયેલા કાર્યો અને વિશેષ યોજનાઓ ગામડાંના છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રદેશ ભાજપ મોવડી મંડળના સંકલનથી પ્રદેશ ભાજપ મિડીયા કન્વીનર યજ્ઞેશ દવેએ ભાજપ મિડીયાના કર્મીઓને વિવિધ જવાબદારીઓના હોદ્દાઓ ઉપર નિમણુંક કરતો પત્ર જારી કર્યો છે.તેમણે વિશેષ અભિયાન મિડિયા ટીમના સંયોજક તરીકે ઝુબીન આશરા તથા સહ સંયોજકપદે પાર્થ રાવલની નિમણુંક કરી છે.જયારે
કાર્યાલય ઇન્ચાર્જ તરીકે હેમાંગ પટેલ,રાજુભાઈ દેસાઈ અને રાજુભાઈ શુકલની નિમણુંક કરી છે.આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કામગીરી માટે ૧૮ મિડીયા પ્રભારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.જેમાં બારડોલીના તેજશભાઈ વશીને ડાંગ,તાપી અને વલસાડ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
       આ ઉપરાંત વિશેષ સંપર્ક અભિયાન કાર્યક્રમની સફળતા માટે સુરત જિલ્લા ભાજપ દ્વારા  ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરવામાં આવી છે.જે પૈકી સુ.જિ.ભાજપ મહામંત્રી યોગેશ એચ.પટેલ,માંડવી તાલુકાના પ્રભારી રાજેશ એમ. પટેલ,સુ.જિ.ભાજપ કિસાન મોરચાના પ્રમુખ નિલેશ આર.દેવધરા,સુ.જિ.ભાજપ આઇ.ટી.સેલ કન્વીનર પલક જે.નાયક,સુ.જિ.ભાજપ સોશિયલ મિડીયા કન્વીનર કૃણાલ એ.પટેલ તથા પ્રદેશ ભાજપ મિડીયા સેલના કારોબારી સભ્ય તેજસ સી. વશી(બારડોલી)ની નિમણુંક કરવામાં આવી છે.
*બોક્ષ મેટર*
*નિમણુંક પામેલ મિડીયા ટીમ શું કામગીરી કરશે?*
(૧)તા.૧ જુન થી ૧૦ વચ્ચે સાંસદ અને જિલ્લા પ્રમુખની હાજરીમાં લોકસભા મતક્ષેત્રમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને માહિતી પ્રદેશમાં મોકલશે.(૨)તા.૨૩ મી જુને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
૧૦ લાખ બુથો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોવાથી તા.૨૨ જુનના રોજ દરેક જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ કરવી.(૩)તા.૧૫ મી જુન થી ૧૯ દરમ્યાન દરેક વિધાનસભામાં વિશેષ પરિવારની યાદી સંગઠન દ્વારા તૈયાર કરી પ્રદેશ મિડિયામાં મોકલવી અને પ્રસિદ્ધિ અપાવવી.(૪)તા.૨૫ મી જુને સવારે "મન કી બાત" કાર્યક્રમના દિવસે "કટોકટી દિવસ" પણ છે.જેથી આ દિવસે
કેન્દ્રમાંથી તૈયાર થયેલ ડોક્યુમેન્ટ્રી દરેક બુથ ઉપર બતાવવી.(૫)રાજ્યભરમાં યોજાનાર 
પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો સમય, સ્થળ સાથેની વિગત પ્રેસ મિડીયામાં પ્રસિદ્ધ કરાવવી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...