બારડોલીના શ્રી મરીમાતા મંદિરનો 68 મો પાટોત્સવ ઉજવાયો...
બારડોલીના શ્રી મરીમાતા મંદિરનો 68 મો પાટોત્સવ ઉજવાયો
બારડોલી ના ગામતળ વિસ્તારમાં આવેલ કહાંન ફળીયા ચોક વિસ્તાર મુકામે ચાર રસ્તા ની મધ્યમાં આવેલ શ્રી મરી માતા મંદિર નો 68 મો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો.
વિક્રમ સંવત 2011 ના વૈશાખ સુદ તેરસ ના દિવસે તારીખ 4 મે, 1955 ના દિવસે સ્વયંભૂ મળી આવેલી માતાજી ની પ્રતિમા બાદ પ્રેરણા સાથે ભવ્ય મૂર્તિ બનાવી તે સમયના ભંડારી પંચ દ્વારા ઈશાન મુખી મંદિર બનાવી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.
68 વર્ષના અંતે પણ હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલા મંદિર મુકામે સ્થાનિક યુવક મંડળ દ્વારા 68 મો પાટોત્સવ ઉજવતા.11 યુગલો સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ હવન કરી મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય ડાયરો યોજાયો હતો.
Comments
Post a Comment