વઘઇ ખાતે પશુપાલન શિક્ષણ શિબીર કમ પ્રદર્શનનુ આયોજન કરાયું

વઘઇ ખાતે પશુપાલન શિક્ષણ શિબીર કમ પ્રદર્શનનુ આયોજન કરાયું 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ગત તા. 07 ફેબ્રુઆરીના રોજ વઘઈ સ્થિત એગ્રીકલ્ચર કોલેજ ખાતે, ડાંગ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબીર કમ પ્રદર્શનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

મદદનીશ પશપાલન નિયામક શ્રી એચ.એ.ઠાકરેએ કાર્યક્રમમા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પશુપાલન શિક્ષણ શિબિરમા સફળ પશુપાલક ચિકાર ગામના શ્રી શેલેષભાઈ જયરામભાઈ દેશમુખે પોતાના પશુપાલન અંગેના અનુભવો વ્યક્ત કર્યા હતા.

ડો. ડી. એસ. ચૌધરી મદદનીશ, પશુપાલન અધિકારીએ પશુઓમા રસિકરણના મહત્વ તથા કૃત્રિમ બીજદાન અંગેની જાણકારી પુરી પાડી હતી. પશુચિકિતસ્ક અધિકારી શ્રી ડો. વી. ડી. પવારે મરઘા પાલન અંગેની માહિતી પુરી પાડી હતી. તેમજ ડો. વિષ્ણુ પાલવાએ પશુપાલન ખાતાની યોજનાકીય તથા ટી. એસ. પી.ની યોજનાકીય માહિતીઓ પુરી પાડી હતી.

આ શિબીરમા વધઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શંકુતલાબેન, ડાંગ જિલ્લા પંચાયતની કૃષિ-ઉત્પાદન તથા સહકાર સમિતિના અધ્યક્ષશ્રી, વઘઇ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી, વઘઇ તાલુકા પચાયતની સામાજીક ન્યાય સમિતિ અને કારોબારી સમિતીના અધ્યક્ષશ્રીઓ,
વઘઇ અને ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, Kvk ના પશુ વૈજ્ઞાનિક, મદદનીશ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામક (પોલીટેક્નિક), તમામ પશુચિકિત્સા અધિકારીશ્રીઓ,  મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...